બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયા મુંબઈના જુહુ બીચ પર છઠ પૂજાની ઉજવણીમાં સામેલ થઈ હતી. અભિનેત્રીએ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ભક્તો વચ્ચે આ પર્વની ઉજવણી કરી હતી. આ ખાસ પ્રસંગની કેટલીક તસવીરો અને વીડિયો પણ તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ દરમિયાન તેણે ત્યાં હાજર શ્રદ્ધાળુઓ સાથે મુલાકાત કરી હતી અને લોકોનો પ્રેમ પણ મેળવ્યો હતો.

અભિનેત્રી તમન્ના ભાટિયાએ છઠ પર્વની ઉજવણી કરી હતી. તેણીએ આ ખાસ અવસર પર યલો કલરનો સુંદર અનારકલી સૂટ પહેર્યો હતો. તમન્નાએ ઈન્સ્ટાગ્રામ પર છઠ પર્વની ઉજવણીનો વીડિયો શેર કર્યો હતો. તમન્નાએ મળેલા પ્રેમ અને આશીર્વાદ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું હતું કે,’દેવીના આશીર્વાદ અને આપ સૌના પ્રેમથી છઠ્ઠી મૈયાની કૃપા બની રહે! છઠ્ઠી મૈયાની જય!’
IANS સાથેની વાતચીતમાં તમન્નાએ કહ્યું હતું કે, ‘મારા શહેર મુંબઈમાં આટલા બધા લોકો સાથે છઠ પૂજાની ઉજવણી કરીને હું ખૂબ ખુશ છું. મને ઘણો પ્રેમ મળ્યો છે. આ મહાપર્વનું મહત્ત્વ હંમેશાં મારી સાથે રહેશે.’
View this post on Instagram
ફિલ્મના શૂટિંગ દરમિયાન છઠ પર્વનું મહત્ત્વ સમજ્યું
ખાસ વાત એ છે કે તમન્ના તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ વન: ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ’ બાદ છઠ પૂજાની ઉજવણીમાં સામેલ થઈ હતી. અહેવાલો અનુસાર, ફિલ્મમાં છઠ પૂજા સાથે જોડાયેલા એક દૃશ્યની તૈયારી દરમિયાન અભિનેત્રીએ આ પર્વની પરંપરાઓ અને ધાર્મિક મહત્ત્વ વિશે જાણકારી મેળવી હતી. ત્યારબાદ તે આ તહેવારની ભાવના અને પરંપરાઓને વધુ સારી રીતે સમજી શકી હતી.






