તલાટીની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આગામી 30મી એપ્રિલના રોજ યોજાનારી તલાટીની પરીક્ષાને પાછી ઠેલવવામા આવી છે. હવે આ પરીક્ષા 7મી મેના રોજ લેવામાં આવશે તેમ જાહેર કરવામા આવ્યું છે.
તલાટીની પરીક્ષા પાછી ઠેલવવામા આવી
ગુજરાતમાં 30 એપ્રિલના રોજ યોજાનારી તલાટીની પરીક્ષા પાછી ઠેલવવામા આવી છે. હવે આ પરીક્ષા હવે 7 મેના રોજ યોજાશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે આજે જાહેરાત કરી છે. પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાની જાણકારી આપતા જણાવ્યુ હતુ કે 30 એપ્રીલના રોજ યોજાનાર તલાટીની પરીક્ષાને પાછી ઠેલવવામા આવી છે. અને હવે આ પરીક્ષા 7મી મેના રોજ લેવામાં આવશે. મહત્વનું છે કે કે તલાટીની પરીક્ષા લેવા માટે પૂરતી સંખ્યામાં કેન્દ્રો ન મળતા તેની તારીખ પાછળ ખસેડવી પડી છે.
હવે ઉમેદવારો માટે નવા નિયમ લાગુ થશે
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, હવેથી તલાટીની પરીક્ષા આપનારા ઉમેદવારોએ પહેલા કન્ફર્મેશન આપવાનું રહેશે. તેમજ જે ઉમેદવારો કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવામાં આવશે. સંસાધનોનો ખોટો ઉપયોગ ન થાય તે હેતુથી આ નવો નિર્ણય કરવામા આવ્યો છે.
હસમુખ પટેલે કરી હતી જાહેરાત
અગાઉ હસમુખ પટેલે આ અંગે જાણકારી આપી હતી કે પરીક્ષા યોજવા માટે પૂરતી સંખ્યામાં કેન્દ્રો મળશે તો જ પરીક્ષા 30 એપ્રીલે લેવામા આવશે. મહત્વનું છે કે તલાટીની પરીક્ષા માટે 5700 કેન્દ્રોની જરૂરિયાત છે અને વધારાના કેન્દ્રો મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે પૂરતા કેન્દ્રો ન મળતા આખરે તારીખ પાછી છેલવવામા આવી છે.