રાજ્યમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતા તેનું વેચાણ થાય છે અને તેના કારણે અનેક લોકોના મોત થાય છે. ત્યારે આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. અને પ્રતિબંધિત દોરીના વેચાણ અંગે થતી કાર્યવાહીની માહીતી માંગી હતી, ત્યારે આજે રાજ્ય સરકારે આ મામલે કોર્ટમાં સોગંધનામું રજુ કર્યું છે.
રાજ્ય સરકારે આપ્યું સોગંદનામુ
હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્ય સરકારે હાઈકોર્ટમાં ચાઈનીઝ દોરી મામલે જાહેરનામાના અમલીકરણ અંગે સોગંદનાંમુ આપ્યું હતું. જેમાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે ચાઇનીઝ દોરીના પ્રતિબંધ મામલે ગૃહ વિભાગ અને ડીજીપીએ સત્તાવાર નોટિફિકેશન જાહેર કયુ છે. તેમજ પ્રતિબંધિત દોરી વેચનાર સામે કડક કાર્યવાહીના આદેશ પણ સંબંધિત વિભાગને આપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકારે માંજાના વેપારીઓ સાથે પણ બેઠક યોજી હતી. તેમજ પ્રતિબંધિત માંજાની ખરીદી અંગે તપાસ કરવામાં આવી રહી છે. અને આ મામલે પોલીસ કડકાઈથી કામ કરી હોવાની બાહેધરી રાજ્ય સરકારે હાઈકોર્ટને આપી હતી.
હાઈકોર્ટે જાહેરનામાના અમલીકરણ વિશે માંગી માહિતી
રાજ્યાં ચાઈનીઝ દોરી પર પ્રતિબધં હોવા છતાં અનેક શહેરોમા ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. જેને લઈને અનેક શહેરોમાં અકસ્માતની ઘટના પણ સામે આવી છે . ત્યારે ચાઈનીઝ દોરીના વેચાણ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરાતા હાઇકોર્ટે આ મામલે કડક વલણ અપનાવ્યું હતુ. અને ચાઈનીઝ દોરી મામલે જાહેરનામાના અમલીકરણ કરવા વિશે હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે માહિતી માંગી હતી. જે બાદ આજે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું હતું.