સ્મૃતિ મંધાનાએ ODIમાં મારી ફાસ્ટેસ્ટ સદી

મહિલા ભારતીય ટીમે આજે (15 જાન્યુઆરી) આયર્લેન્ડ સામેની ત્રીજી ODI મેચમાં ઇતિહાસ બનાવ્યો છે. મહિલા ટીમે ODIમાં પહેલી વાર 400થી વધુનો સ્કોર બનાવ્યો. આ ઉપરાંત પુરુષો અને મહિલા બંને ટીમોમાં સૌથી વધુ સ્કોર પણ બનાવ્યો. એકંદરે, આ મેચમાં ટીમ ઈન્ડિયાની મહિલા શક્તિ જોવા મળી. રાજકોટમાં આયર્લેન્ડ સામે રમતી વખતે ટીમ ઈન્ડિયાએ પહેલાં રમતી વખતે ત્રીજી વનડેમાં 50 ઓવરમાં 435/5 રન બનાવ્યા. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે જોરદાર શરૂઆત કરી.

સ્મૃતિ મંધાનાએ આયર્લેન્ડ સામે ભારતીય મહિલા વનડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે 70 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ ઉપરાંત તેમણે 80 બોલમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 135 રનની ઈનિંગ રમી. આ સાથે જ તેમણે વિરાટ કોહલીની બરાબરી કરી લીધી છે. હકીકતમાં, વિરાટ કોહલીએ પુરુષ ક્રિકેટમાં ભારત માટે 52 બોલમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી. વિરાટ પુરુષ ભારતીય ટીમમાં આવું કરનારો પહેલો ખેલાડી છે, જ્યારે હવે સ્મૃતિ મંધાના ભારતીય મહિલા ક્રિકેટમાં આવું કરનારી પહેલી ખેલાડી બની ગઈ છે. સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે આયર્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં 160 બોલમાં 233 રનની ઓપનિંગ ભાગીદારી કરી, જેણે મહિલા ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો. જ્યારે, રાવલે 159 બોલમાં 1 છગ્ગા અને 20 ચોગ્ગાની મદદથી 154 રનની ઇનિંગ રમી. આ સાથે પ્રતિકા ભારતીય મહિલા ક્રિકેટમાં 150થી વધુ રન બનાવનારી ત્રીજી મહિલા બની ગઈ છે. આયર્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો આ પહેલો દાવ હતો. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 435 રન બનાવ્યા. ભારતીય ટીમે મહિલા વનડે ક્રિકેટના ઇતિહાસમાં ચોથો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. મહિલા વનડે ક્રિકેટમાં સૌથી વધુ સ્કોર ન્યુઝીલેન્ડે 491 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાની વન-ડે કરિયરની આ 10મી સદી છે. આ સાથે જ ભારતીય ઓપનિંગ બેટ્સમેન વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં 10 સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે. એટલું જ નહીં તે મહિલા વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં 10 કે તેથી વધુ સદી ફટકારનારી વિશ્વની ચોથી ખેલાડી બની ગઈ છે.