ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ફાસ્ટ બોલરની ભાગીદારી અંગે અનિશ્ચિતતા ક્રિકેટ રસિયાઓ માટે એક ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આ અટકરો વચ્ચે જસપ્રીત બુમરાહ વિષે રસપ્રદ માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ, જે તાજેતરમાં સિડની ટેસ્ટ દરમિયાન ઘાયલ થયા હતા, જેમાં હવે ધીમે ધીમે સુધારો જોવા મળી રહ્યો છે. તેના જ કારણે જસપ્રીત બુમરાહના ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમવાની આશા વધી ગઈ છે. આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. તે જ સમયે, ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. સિડની ટેસ્ટ દરમિયાન જસપ્રીત બુમરાહ ઘાયલ થયો હતો. જે બાદ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવાની ફાસ્ટ બોલરની આશાઓને મોટો ફટકો પડ્યો.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, જસપ્રીત બુમરાહ હાલમાં ભારતમાં છે. એવું માનવામાં આવે છે કે જસપ્રીત બુમરાહ 19 જાન્યુઆરીએ બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડેમી પહોંચશે. આ સમય દરમિયાન, BCCI અધિકારીઓ જસપ્રીત બુમરાહની ફિટનેસ પર નજર રાખશે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જસપ્રીત બુમરાહ સતત ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે, તેની હાલતમાં સતત સુધારો થઈ રહ્યો છે. જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છે, જો તેને મેડિકલ ટીમ તરફથી મંજૂરી મળે તો ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં જસપ્રીત બુમરાહનું નામ કન્ફર્મ થઈ જશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની ટીમો એકબીજા સામે ટકરાશે. તે જ સમયે, ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ 20 ફેબ્રુઆરીએ રમાશે. વાસ્તવમાં, પાકિસ્તાન આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે, પરંતુ સુરક્ષાના કારણોસર ભારતીય ટીમ પાકિસ્તાનની મુલાકાત લેશે નહીં. તેથી, ભારતીય ટીમ હાઇબ્રિડ મોડેલ હેઠળ દુબઈમાં તેની મેચો રમશે.