પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 યોજાવા જઈ રહી છે. ત્યારે આ PCBએ આ ચેમ્પિયન્સ ટ્રોફીની ટિકિના લઘુત્તમ ભાવ 1000 પાકિસ્તાની રૂપિયા નક્કી કર્યા છે. ઉલ્લેખીયનીય છે કે આ કિંમતની ભારતીય ચલણ પ્રામાણે 310 રૂપિયા કિંમતો થાય છે. PCBના આંતરિક દસ્તાવેજમાં આ માહિતી જણાવવામાં આવી છે. પાકિસ્તાન હાલ આર્થિક રીતે કંગાળ થઇ ગયું છે, ત્યારે ટિકિટોના ઓછા ભાવ પાકિસ્તાનની દયનીય હાલતનું વધુ એક ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યું છે. દુબઈમાં યોજાનારી ભારતની મેચોના ટિકિટના દર શું હશે તે જણાવવામાં આવ્યું નથી. જો ભારતીય ટીમ સેમિ ફાઇનલ અને ફાઇનલ રમે છે તો મેચ પણ દુબઈમાં યોજાશે.
દસ્તાવેજની માહિતી પ્રમાણે PCB એ કરાચી, લાહોર અને રાવલપિંડીમાં યોજાનારી મેચો માટે ટિકિટના લઘુત્તમ ભાવ 1,000 પાકિસ્તાની રૂપિયા રાખયા છે. જયારે રાવલપિંડીમાં યોજાનારી પાકિસ્તાન અને બાંગ્લાદેશની મેચની ટિકિટની ભાવ 2000 પાકિસ્તાની રૂપિયા (620 ભારતીય રૂપિયા) અને સેમિ ફાઇનલની ટિકિટની ભાવ 2500 પાકિસ્તાની રૂપિયા (776 ભારતીય રૂપિયા) રખાયા છે. PCB એ બધી મેચો માટે VVIP ટિકિટના ભાવ 12000 પાકિસ્તાની રૂપિયા (3726 ભારતીય રૂપિયા) રાખી છે, પરંતુ સેમિ ફાઇનલ મેચ માટે તે ટિકિટના ભાવ 25000 પાકિસ્તાની રૂપિયા (7764 ભારતીય રૂપિયા) હશે. કરાચીમાં પ્રીમિયર ગેલેરી માટેના ટિકિટના ભાવ 3500 પાકિસ્તાની રૂપિયા હશે ( 1086 ભારતીય રૂપિયા) તેની સાથે લાહોરમાં તેનો ભાવ 5000 પાકિસ્તાની રૂપિયા (1550 ભારતીય રૂપિયા) રાખવામાં આવ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટની પહેલી મેચ 19 ફેબ્રુઆરીએ રમાશે. ભારત અને ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સાથે ગ્રૂપ A માં છે. જ્યારે ગ્રૂપ B માં અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. આ 8 ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દુબઈ અને પાકિસ્તાનમાં હાઇબ્રિડ મોડેલ હેઠળ યોજાશે. આ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતની ત્રણ મેચોનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલી 20 ફેબ્રુઆરી જે બાંગ્લાદેશ સામે હશે. બીજો મેચ 23 ફેબ્રુઆરી જે પાકિસ્તાન સામે અને ત્રીજો મેચ 2 માર્ચના હશે જે ન્યુઝીલેન્ડ સામે યોજાશે.