સ્પોર્ટ્સ મંત્રાલયે ભારતીય કુશ્તી મહાસંઘ પરથી પ્રતિબંધ દૂર કર્યો

નવી દિલ્હીઃ સ્પોર્ટ્સ મંત્રાલયે ભારતીય કુશ્તી મહાસંઘ (WFI) પર લગાવેલો પ્રતિબંધ પરત ખેંચ્યો છે, જેનાથી ઘરેલુ સ્પર્ધાઓનું આયોજન અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે રાષ્ટ્રીય ટીમોની પસંદગીનો રસ્તો ખૂલી ગયો છે.મંત્રાલયે અંડર-15 અને અંડર-20 રાષ્ટ્રીય ચેમ્પિયનશિપની ઘોષણા ઉતાવળે કરવાને કારણ 24 ડિસેમ્બર, 2023એ WFI પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.

સંજય સિંહના નેતૃત્વવાળી સમિતિને 21 ડિસેમ્બર, 2023એ WFIની ચૂંટણી જીતી હતી, પરંતુ WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણના ગઢ ગોંડાના નંદિની નગરમાં રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે સ્થળની પસંદગીથી સરકાર નારાજ હતી. મંત્રાલયે આદેશમાં કહ્યું હતું કે WFIએ સુધારાત્મક પગલાં લીધાં છે. એટલે સસ્પેન્શન દીર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્પોર્ટ્સ મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા પર લગાવેલા આરોપને દૂર કર્યો છે. જેનો અર્થ એ છે કે હવે WFI ઘરેલું ટુર્નામેન્ટનું આયોજન કરી શકશે તેમ જ નેશનલ ટીમ સિવાય ઈન્ટરનેશનલ ઈવેન્ટ માટે ખેલાડીઓની પસંદગી પણ કરી શકે છે. સ્પોર્ટસ મંત્રાલયે રેસલિંગ ફેડરેશન પરનો પ્રતિબંધ હટાવી દીધો છે અને તેનો દરજ્જો NSF તરીકે જાળવી રાખ્યો છે.

સરકારે આ બજેટમાં રમતગમત વિભાગને ઘણી મોટી રકમ ફાળવી છે. રમતગમત અને યુવા બાબતોના મંત્રાલય માટે 3794.30 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ગત નાણાકીય વર્ષની તુલનામાં 351.98 કરોડ રૂપિયા વધુ છે.