રૂદ્રપ્રયાગ અકસ્માતમાં 14 લોકોના મોત, સહાયની જાહેરાત

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રૂદ્રપ્રયાગ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના આશ્રિતોને 2-2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવા સૂચના આપી છે. આ સાથે જ મુખ્યમંત્રી ધામીએ ગંભીર રીતે ઘાયલોને 40-40 હજાર રૂપિયા અને સાધારણ ઈજાગ્રસ્તોને 10-10 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાના નિર્દેશ પણ આપ્યા છે.

તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં બદ્રીનાથ રાષ્ટ્રીય રાજમાર્ગ પર રૈતોલી ગામ પાસે શનિવારે એક ટેમ્પો-ટ્રાવેલર અલકનંદા નદીમાં પડી જતાં 14 પ્રવાસીઓના મોત થયા હતા અને 12 અન્ય ઘાયલ થયા હતા. રુદ્રપ્રયાગ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અહીં આપવામાં આવેલી માહિતી અનુસાર, અકસ્માત દરમિયાન, વાહન અચાનક નિયંત્રણ બહાર ગયું અને અલકનંદા નદીના કિનારે રોડથી 200 મીટર નીચે પડી ગયું. આ દુર્ઘટનામાં 10 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ચાર લોકોના મોત બાદમાં થયા હતા.