IPL 2025 : રોમાંચક મેચમાં લખનૌએ રાજસ્થાનને છેલ્લી ઓવરમાં હરાવ્યું

લખનૌ સુપર જાયન્ટ્સે શનિવારે રોમાંચક મુકાબલામાં રાજસ્થાન રોયલ્સને બે રનથી હરાવ્યું. સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL 2025 ની 36મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા. જવાબમાં, રાજસ્થાન રોયલ્સ ટીમ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને માત્ર 178 રન જ બનાવી શકી. રાજસ્થાનને છેલ્લી ઓવરમાં જીત માટે નવ રનની જરૂર હતી પરંતુ ટીમ ફક્ત 6 રન જ બનાવી શકી. આવેશ ખાને છેલ્લી ઓવરમાં હેટમાયરને આઉટ કરીને નવ રનનો બચાવ કર્યો. ચાલુ સિઝનમાં લખનૌનો આ પાંચમો વિજય છે, જ્યારે રાજસ્થાનને છઠ્ઠો પરાજયનો સામનો કરવો પડ્યો છે.

181 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સ ટીમની શરૂઆત સારી રહી. વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલ વચ્ચે 85 રનની ભાગીદારી થઈ હતી. વૈભવને માર્કરમે આઉટ કર્યો હતો. સૂર્યવંશી 20 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો. નીતિશ રાણા ફક્ત 8 રન બનાવી શક્યો હતો. યશસ્વી જયસ્વાલ 52 બોલમાં ફક્ત 74 રન ફટકાર્યા હતા. રિયાન પરાગે 26 બોલમાં 39 રનની ઇનિંગ રમી. શિમરોન હેટમાયર છેલ્લી ઓવરમાં આઉટ થયો હતો. તેણે સાત બોલમાં 12 રન બનાવ્યા. શુભમ દુબેએ 3 રન અને જુરેલે 6 રન બનાવ્યા. લખનૌ તરફથી અવેશ ખાને ત્રણ વિકેટ લીધી.

પહેલા બેટિંગ કરવા આવેલા લખનૌ સુપર જાયન્ટ્સની શરૂઆત સારી રહી ન હતી. ટીમે પાવરપ્લેમાં જ મિશેલ માર્શ (4) અને નિકોલસ પૂરન (11) ની વિકેટ ગુમાવી દીધી. કેપ્ટન રિષભ પંત 9 બોલમાં 3 રન બનાવીને આઉટ થયો હતો. એડન માર્કરામ 45 બોલમાં 66 રન બનાવીને આઉટ થયો હતો. આયુષ બદોની 34 બોલમાં 50 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. આયુષ બદોનીએ 34 બોલમાં 50 રનની ઈનિંગ રમી. અબ્દુલ સમદે છેલ્લી ઓવરમાં ચાર છગ્ગા ફટકાર્યા. સમદ 10 બોલમાં 30 રન બનાવીને અણનમ પાછો ફર્યો.