જન સૂરજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે તેમની 14 દિવસની ભૂખ હડતાળ સમાપ્ત કરી છે. પટનામાં ગંગા પથ પાસે આયોજિત એક કાર્યક્રમમાં પવિત્ર ગંગામાં ડૂબકી લગાવીને તેમણે પોતાની ભૂખ હડતાળ તોડી. પ્રશાંત કિશોર BPSC પરીક્ષામાં કથિત અનિયમિતતા અને વિદ્યાર્થીઓને રોજગાર આપવાના મુદ્દા પર હડતાળ પર હતા.
14 दिन का आमरण अनशन, गंगा स्नान, धार्मिक अनुष्ठान और अब बिहार सत्याग्रह आश्रम की नींव ये प्रशांत किशोर ही कर सकते हैं। #PrashantKishor #Bihar pic.twitter.com/pSxTXTzUvG
— Vikram Kumar (@vikram_choubey) January 16, 2025
પ્રશાંત કિશોરે આ હડતાળ 2 જાન્યુઆરીએ શરૂ કરી હતી. તેમનું કહેવું છે કે બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC) ની 70મી પ્રિલિમિનરી પરીક્ષામાં કથિત ગેરરીતિ અને વિદ્યાર્થીઓના વિરોધ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જના વિરોધમાં તેમણે આ પગલું ભર્યું છે. આ પહેલા, 30 ડિસેમ્બરે, પટનામાં આયોજિત વિદ્યાર્થી સંસદ દરમિયાન, પોલીસે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટના પછી, પ્રશાંત કિશોરે વિદ્યાર્થીઓના સમર્થનમાં ભૂખ હડતાળ શરૂ કરી.
प्रशांत किशोर ने युवाओं और जन सुराज परिवार के सम्मान में अपना आमरण अनशन तोड़ा #PrashantKishor #प्रशांतकिशोर @Bahari_Bihari pic.twitter.com/j97FylgFMg
— ai Ashish (@ai__ashish) January 16, 2025
સત્યાગ્રહની ઘોષણા
પ્રશાંત કિશોરે ગંગા પથ પાસે આયોજિત એક કાર્યક્રમમાં ગંગામાં સ્નાન કરીને પોતાની હડતાળનો અંત લાવ્યો. આ સાથે તેમણે સત્યાગ્રહના બીજા તબક્કાની જાહેરાત કરવાની પણ વાત કરી. જન સૂરજ પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, સત્યાગ્રહનો બીજો તબક્કો વિદ્યાર્થીઓ અને યુવાનોના રોજગારના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરશે. કિશોર કહે છે કે આ હડતાળ વિદ્યાર્થીઓનો અવાજ ઉઠાવવા અને સરકારને જવાબદાર બનાવવા માટે કરવામાં આવી હતી.