મુશ્કેલ સમયમાં અમે ઈઝરાયલ સાથે ઉભા છીએ : PM મોદી

શનિવારે પેલેસ્ટિનિયન ઉગ્રવાદી સંગઠન હમાસ દ્વારા ઇઝરાયેલ પર રોકેટ હુમલા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે નિર્દોષ પીડિતોની સાથે છીએ. તેણે તેને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. પીએમ મોદીએ સોશિયલ મીડિયા X પર લખ્યું, ઈઝરાયલમાં આતંકવાદી હુમલાના સમાચારથી ઊંડો આઘાત. અમારી પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે આ મુશ્કેલ સમયમાં ઇઝરાયેલ સાથે એકતામાં ઊભા છીએ.

બેન્જામિન નેતન્યાહુએ શું કહ્યું?

હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યા બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આમાં તેણે દેશની જનતાને કહ્યું કે, અમે યુદ્ધમાં છીએ.

ઈઝરાયલે શું કહ્યું?

એસોસિએટ પ્રેસ (એપી) અનુસાર ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટે કહ્યું કે હમાસે અમારી વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું છે. આમાં ફક્ત અમે જ જીતીશું. એપીએ અન્ય એક અહેવાલમાં જણાવ્યું છે કે ઇઝરાયેલના બચાવ સેવા વિભાગે જણાવ્યું હતું કે હમાસના હુમલાને કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 22 લોકોએ જીવ ગુમાવ્યા છે. વધુમાં ઇઝરાયેલી સેનાએ ગાઝા પટ્ટીની નજીકના શહેરોના રહેવાસીઓને તેમના ઘરોમાં રહેવા અને બાકીના લોકોને બોમ્બ આશ્રયસ્થાનોની નજીક રહેવા સૂચનાઓ જારી કરી છે. આ સિવાય ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ પણ કહ્યું કે હમાસને તેની કિંમત ચૂકવવી પડશે. અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.