પરંપરા કાર્યક્રમ દ્વારા નીતા અંબાણીએ ગુરુ-શિષ્યના પર્વની કરી ઉજવણી

મુંબઈ: રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણીએ ગુરુપૂર્ણિમાની અવસર પર નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMCC)માં પ્રતિષ્ઠિત કલાકારો અને મહેમાનોનું ભવ્ય સ્વાગત કર્યુ હતું.

ગત વર્ષથી સાથે શરૂ કરવામાં આવેલો આ “પરંપરા” કાર્યક્રમ ગુરુ-શિષ્યની પરંપરાને દર્શાવે છે. આ કાર્યક્રમમાં નીતા અંબાણી હાજર રહ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે,ગુરુ-શિષ્ય પરંપરા એ આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની કરોડરજ્જુ રહી છે. તેણીએ ભારતના કલાત્મક વારસાને ઘડનાર શિક્ષણ અને શીખવાની પ્રથાઓના સારને જાળવવામાં તેની મુખ્ય ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

કાર્યક્રમની શરૂઆત નીતા અંબાણીની હૃદયપૂર્વકની લાગણીઓ સાથે થઈ. તેમણે શિક્ષકો પ્રત્યે ઊંડો કૃતજ્ઞતા વ્યક્ત કરતા કહ્યું,”અમારા શિક્ષકો માટે કૃતજ્ઞતા અને આદરથી ભરેલા હૃદય સાથે હું ‘પરંપરા’ની બીજી આવૃત્તિમાં આપ સૌનું સ્વાગત કરું છું.”

“આપણા માતા-પિતા આપણા જીવનના પ્રથમ શિક્ષક છે. મારી સફરમાં આજે હું જે વ્યક્તિ છું તેને ઘડવામાં મારા માતા-પિતાએ જે ભૂમિકા ભજવી છે તેના માટે હું ખૂબ જ આભારી છું. મારા પિતાની દયા અને મારી માતાના અતૂટ સમર્પણ અને સખત મહેનતે મને ખૂબ પ્રભાવિત કરી છે,” તેણીએ ઉમેર્યુ.તેણીએ તેના જીવનમાં તેના સાસરિયાઓના પ્રભાવને પણ સ્વીકાર્યું અને કહ્યું કે,“લગ્ન પછી મારા જીવનમાં સૌથી વધુ પ્રભાવ મારા સસરા ધીરુભાઈ અંબાણીનો રહ્યો છે. મેં મારા સાસુ કોકિલા બેન પાસેથી પણ અમૂલ્ય પાઠ શીખ્યા છે.”

NMACCના સાંસ્કૃતિક મિશન પર પ્રતિબિંબિત કરતા નીતા અંબાણીએ શેર કર્યું કે “આ અમારું સ્વપ્ન છે કે અમારા વારસા અને પરંપરાઓની પ્રશંસા કરવામાં આવે અને આગામી પેઢીઓ સુધી પહોંચાડવામાં આવે. તે સપનું વાસ્તવિકતામાં પરિવર્તિત થયું તે જોઈને હું ખૂબ જ ખુશ છું.”

કાર્યક્રમમાં રતિકાંત મહાપાત્રાએ તેમના પિતા સુપ્રસિદ્ધ ઓડિસી ઉસ્તાદ પદ્મ વિભૂષણ ગુરુજી શ્રી કેલુચરણ મહાપાત્રાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ભરતનાટ્યમના ઉસ્તાદ રમા વૈદ્યનાથન અને તેમની પુત્રી સાન્નિધિએ 25 શિષ્યો સાથે શાનદાર રજૂઆત કરી હતી.

27 જુલાઈના રોજ ભવ્ય પરાકાષ્ઠા દરમિયાન રાહુલ શર્મા 50-પીસ ઓર્કેસ્ટ્રા સાથે તેમના પિતા પદ્મ વિભૂષણ પંડિત શિવકુમાર શર્માને રાગો અને શાસ્ત્રીય સંગીતની સિમ્ફની દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.