વન-ડે સિરીઝમાં ન્યુઝીલેન્ડે ભારતને 1-0થી હરાવ્યું, ત્રીજી મેચ વરસાદના પગલે રદ્દ

ન્યૂઝીલેન્ડે ભારતને 3 વનડે શ્રેણીમાં 1-0થી હરાવ્યું છે. શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ હતી. પરંતુ વરસાદના કારણે મેચ રદ કરવામાં આવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 47.3 ઓવરમાં 220 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 18 ઓવરમાં માત્ર 104 રન બનાવી શકી હતી. દરમિયાન, વરસાદ શરૂ થયો અને મેચ રદ કરવામાં આવી. સિરીઝની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડે જીતી હતી. જ્યારે પછી વરસાદના કારણે બે મેચ રદ્દ થઈ હતી. શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની ઘણી ખામીઓ સામે આવી હતી.

ત્રીજી વનડેમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 50 ઓવર પણ પૂરી કરી શકી હતી. ટીમે 47.3 ઓવરમાં ઓલઆઉટ થતાં સુધીમાં 219 રન બનાવ્યા હતા. દરમિયાન વોશિંગ્ટન સુંદર અને શ્રેયસ અય્યરે ટીમની સંભાળ લીધી હતી. સુંદરે જોરદાર અડધી સદી ફટકારી હતી. તેણે 64 બોલમાં 51 રન બનાવ્યા હતા. સુંદરની ઇનિંગમાં 5 ફોર અને 1 સિક્સ સામેલ હતી. શ્રેયસ અય્યરે 59 બોલમાં 49 રન બનાવ્યા હતા. તેણે 8 ચોગ્ગા ફટકાર્યા હતા. બે ખેલાડીઓ સિવાય કોઈ ખાસ કંઈ કરી શક્યું નથી. શિખર ધવન 28 રન બનાવીને આઉટ થયો હતો. રીતે આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ.

ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમે 18 ઓવરમાં એક વિકેટના નુકશાને 104 રન બનાવ્યા હતા. પરંતુ વરસાદના કારણે મેચ રદ કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી ફિન એલને 57 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 54 બોલનો સામનો કર્યો અને 8 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા. ડેવોન કોનવે 38 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 51 બોલનો સામનો કર્યો અને 6 ચોગ્ગા ફટકાર્યા. કેન વિલિયમસન પણ અણનમ રહ્યો હતોટીમ ઈન્ડિયા તરફથી એકમાત્ર વિકેટ ઉમરાન મલિકે લીધી હતી. તેણે 5 ઓવરમાં 31 રન આપ્યા હતા. અર્શદીપ સિંહે પણ અસરકારક બોલિંગ કરી હતી. તેણે 5 ઓવરમાં 21 રન આપીને મેડન ઓવર લીધી. દીપક ચહરે 5 ઓવરમાં 30 રન આપ્યા હતા. વોશિંગ્ટન સુંદરે 3 ઓવરમાં 16 રન આપ્યા હતા.