બેંગલુરુઃ શહેરની પોલીસે સોમવારે એક મહિલા મોડલ અને મેકઅપ આર્ટિસ્ટ સામે કેસ નોંધ્યો છે, જેણે ઝોમેટાના ડિલિવરી બોય પર આરોપ લગાવ્યો હતો કે વિલંબિત સેવા બદલ પૂછવામાં આવતાં તેના પર હુમલો કર્યો હતો. ડિલિવરી મેન દ્વારા કરવામાં આવેલી ફરિયાદને આધારે હિતેશા ચંદ્રાણી પર સંયમ ગુમાવવા, હુમલો કરવા અને ઇરાદાપૂર્વક અપમાન કરવા અને ધાકધમકી આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે મહિલા હિતેશા સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે, જેણે ઝોમેટાના ડિલિવરી મેન પર હુમલો કરવાનો દાવો કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ હિતેશાએ નવ માર્ચે તેને ચપ્પલ વડે માર માર્યો હતો અને તેને બદનામ કર્યો હતો અને તેની પર અપશબ્દો બોલવાનો આરોપ લગાવ્યો હતો. આ સમય દરમ્યાન હિતેશાએ ટ્વિટર પરથી પોતાનો વિડિયો ડિલીટ કર્યો હતો, જે વાઇરલ થયો હતો. પોલીસે 10 માર્ચે કામરાજની ધરપકડ કરી હતી. મોડલે વિડિયોમાં કહ્યું હતું કે તેણે ઝોમેટો કસ્ટમર કેરમાં ફરિયાદ નોંધાવી હતી, એ પછી તેને વિલંબ બદલ ફૂડની ડિલિવરી મફત કરવા અને ઓર્ડર રદ કરવા પૂછવામાં આવ્યું હતું.
તેણે વિડિયોમાં કહ્યું હતું કે મારો ઝોમેટો ઓર્ડર મોડો આવ્યો હતો, જેથી હું કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સાથે વાત કરતી હતી, તે દરમ્યાન ડિલિવરી કરનાર વ્યક્તિ મારા પર હુમલો કર્યો હતો, એમ રડતાં-રડતાં જણાવ્યું હતું, જેને કેટલીક ટીવી ચેનલોએ પ્રસારિત કર્યું હતું અને એને તેનું લોહી વહેતું નાક બતાવવામાં આવ્યું હતું.
ઝોમેટોએ પ્રારંભમાં ચંદ્રાણીને વિશ્વાસ અપાવ્યો હતો કે તે પોલીસ તપાસમાં મદદ કરશે અને જરૂરી સારવાર માટે સહાય કરશે. એ પછી કામરાજે પણ સંભવિત મદદ કરી હતી. જોકે ઝોમેટોના સ્થાપક દીપેન્દર ગોયલે જણાવ્યું હતું કે પ્રોટોકોલ મુજબ અમે કામરાજને સક્રિય ડિલિવરી કરવા માટે કામચલાઉ રીતે તેને સસ્પેન્ડ કરી દીધો છે.