નવી દિલ્હીઃ દેશનું ત્રીજું મૂન મિશન આશરે 40 દિવસોની યાત્રા પછી ચંદ્રમાના દક્ષિણ ધ્રુવની પાસે લેન્ડિંગ કરશે. ચંદ્ર મિશન 2019ના ચંદ્રયાન-2નું ફોલોઅપ મિશન છે. ચંદ્રયાન-2 મિશન દરમ્યાન અંતિમ ક્ષણોમાં લેન્ડર વિક્રમ પથ પર સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળ નહોતું થયું. જો આ વખતે આ મિશનમાં સફળતા મળશે તો ભારત એવી સફળતા હાંસલ કરીને અમેરિકા, ચીન અને પૂર્વ સોવિયત સંઘ જેવા દેશોની ક્લબમાં સામેલ થઈ જશે. ચંદ્રયાન-3 પર વિશ્વઆખાની નજર છે.
ચંદ્રયાન-3 લોન્ચિંગ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ઇસરોના વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું હતું કે ચંદ્રયાન-3એ ભારતની અંતરિક્ષ યાત્રામાં એક નવો અધ્યાય લખ્યો છે. એ દરેક ભારતીયના સપનાં અને મહત્ત્વાકાંક્ષાઓની ઊંચી ઉડાન ભરે છે. આ અમારા વૈજ્ઞાનિકોના અથાગ સમર્પણનું પ્રમાણ છે. હું તેમની ભાવના અને પ્રતિભાને સલામ કરું છું.
Chandrayaan-3 scripts a new chapter in India's space odyssey. It soars high, elevating the dreams and ambitions of every Indian. This momentous achievement is a testament to our scientists' relentless dedication. I salute their spirit and ingenuity! https://t.co/gko6fnOUaK
— Narendra Modi (@narendramodi) July 14, 2023
ચંદ્રયાન-3 મિશન અંગે મહત્ત્વની માહિતી
|
ચંદ્રયાન-3 મિશન કેમ ખાસ?
ચંદ્રયાન મિશન દ્વારા ઇસરો ચંદ્ર પર થતી ઘટનાઓ અને રસાયણો માલૂમ કરશે. ઇસરોએ આ મિશન 2008માં શરૂ કર્યું હતું. આ મિશન શરૂ થયા પછી 312 દિવસ પછી ચંદ્રયાનથી ઇસરોનો સંપર્ક તૂટી ગયો હતો. ઇસરોના વડાએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-1એ એનું 95 ટકા કામ પૂરું કર્યું હતું. ત્યાર બાદ 2019માં ચંદ્રયાન-2 મિશન લોન્ચ કર્યું હતું. આ મિશન આંશિક રૂપે સફળ થયું હતું. જોકે આ મિશન સફળ થશે તો ભારત ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર સફળ રૂપે ઊતરનાર પહેલો દેશ બની જશે.