નવી દિલ્હી: 2017 ઉન્નાવ રેપ કેસમાં દોષિ ઠેરવવામાં આવેલા કુલદીપ સેંગરની સજા પર આજે નિર્ણય ટાળી દેવામાં આવ્યો છે. હવે 20 ડિસેમ્બરે સજા પર ફરી વખત દલીલ થશે. દિલ્હીના તીસહજારી કોર્ટે બીજેપીના પૂર્વ ધારાસભ્ય સેંગર દ્વારા 2017ની વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી પંચ સમક્ષ દાખલ કરેલા સોગંદનામાંની કોપી પણ માગી છે. મંગળવારે સજા પર દલીલ દરમ્યાન સીબીઆઈએ સેંગરને વધુમાં વધુ સજા આપવાની માગ કરી છે. મહત્વનું છે કે, બીજેપીએ યુપીના બાંગરમઉથી 4 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા સેંગરને ઓગસ્ટ 2019માં પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીના તીસહજારી કોર્ટે કુલદીપ સેંગરને ઉન્નાવમાં 2017માં નાબાલિગ છોકરી સાથે રેપ કરવાના આરોપમાં સોમવારે દોષિ ઠેરવ્યો છે. જોકે, કોર્ટે સેંગરની સહયોગી શશિ સિંહને તમામ આરોપોમાંથી મુક્ત કરી છે. કોર્ટે તેમના નિર્ણયમાં કહ્યું કે, આ શક્તિશાળી વ્યક્તિની વિરુદ્ધ પીડિતાની જુબાની સાચી અને બેદાગ છે. કોર્ટે સેંગરને આઈપીસી હેઠળ કલમ 120 બી, 363, 366, 376 અને POCSO હેઠળ દોષી ઠેરવ્યો છે. કોર્ટનો નિર્ણય સાંભળીને કુલદીપ સેંગરની આંખો આસુથી ભરાઈ આવી હતી.
હજુ એક જ કેસનો નિર્ણય આવ્યો
આ કેસમાં કુલ 5 FIR નોંધવામાં આવી છે, જેમાંથી એક પર કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. બાકીમાં અત્યારે પણ સુનાવણી આ કોર્ટમાં ચાલી રહી છે જેમાં પીડિતાના પિતાની કસ્ટડીમાં મોત થઈ, માર્ગ દુર્ઘટનામાં તેમના પરિવારથી મારવામાં આવેલી બે મહિલા અને પીડિતાની સાથે કરવામાં આવેલા ગેંગરેપ અને તેમના કાકા વિરૂદ્ધ કથિતરીતે ખોટા કેસ નોંધાવવા સાથેના કેસ સામેલ છે.