અનલોક-1: આજથી શોપિંગ મોલ્સ ખૂલશે, મલ્ટિપ્લેક્સ રહેશે બંધ

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને પગલે લાગુ થયેલા લોકડાઉન પછી સૌપ્રથમ વાર શોપિંગ મોલ્સ આજથી ખૂલશે. જોકે જે મોલો કન્ટેનમેન્ટ ઝોનની બહાર છે, એને ખોલવાની જ મંજૂરી આપવામાં આવી છે. સરકાર દ્વારા કેટલાક દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે, જેને આધારે મોલ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે હજી મલ્ટિપ્લેક્સ ખોલવાની મંજૂરી હજી આપવામાં નથી આવી.  મોલ્સમાં સાફસફાઈ અને સેનિટાઇઝેશનનું કામ

મોલ્સ ખોલવાની તૈયારીના ભાગરૂપે સાફસફાઈનું કામ થઈ રહ્યું છે અને સેનિટાઇઝેશનનું કામ પણ ચાલી રહ્યું છે. મોલમાં ઠેકઠેકાણે કોરોના વાઇરસની બીમારીને લઈને નોટિસ લગાવવામાં આવી રહી છે- જેમ કે માસ્ક વિના અંદર પ્રવેશ નહીં, મોલના એન્ટ્રી ગેટ પર લોકોને સેનિટાઇઝ કરવામાં આવશે અને થર્મલ સ્ક્રિનિંગથી ટેમ્પરેચર માપવામાં આવશે. જો તેમની બોડીનું ટેમ્પરેચર યોગ્ય નહીં હોય તો તેમને પાછા મોકલવામાં આવશે.આરોગ્ય સેતુ એપ આવશ્યક

મોલમાં આવતા લોકોના એન્ડ્રોઇડ મોબાઇલમાં આરોગ્ય સેતિ એપ હોવી આવશ્યક છે, નહીં તો મોલમાં અંદર એન્ટ્રી નહીં મળે. લિફ્ટમાં પણ અંતર રાખીને ઊભા રહેવું પડશે. લિફ્ટની અંદર ઓપરેટર હાજર રહેશે. લોકોએ એસ્કેલેટર પર અંતર રાખીને ચાલી શકશે.
સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવાનું

આશે બે મહિના પછી દિલ્હી સહિત દેશમાં અનેક જગ્યાએ મોલ અને કોમ્પ્લેક્સ ખૂલશે. આવામાં લોકોએ સાવધાની રૂપે સામાજિક અંતરનું પાલન કરવાનું પડશે.

દુકાનો, ઓફિસો અને રેસ્ટોરાંમાલિકો માટે વિસ્તૃત માર્ગદર્શિકા

મોલ અને વેપાર-વ્યવસાય કોમ્પ્લેક્સના વહીવટ માટે દુકાનો, ઓફિસો અને રેસ્ટોરાં માલિકો માટે વિસ્તૃત દિશા-નિર્દેશ જારી કરવામાં આવ્યા છે, જેનાથી સંક્રમણને દૂર રાખી શકાય.

કર્મચારીઓને સમય પહેલાં આવવા નિર્દેશ

મોલ ખૂલવાના સમય પહેલાં કર્મચારીઓને એક કલાક પહેલાં આવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમની અનિવાર્ય તપાસ પછી કર્મચારીઓને ફેસ શિલ્ડ, ગ્લવ્ઝ, અને સેનેટાઇઝર આપવામાં આવશે. આ ઉપરાંત દુકાનો, રેસ્ટોરાં અને ઓફિસોને દરવાજા ખુલ્લા રાખવા કહેવામાં આવ્યું છે, કેમ કે દરવાજાના હેન્ડલ અને અન્ય જગ્યાઓથી સંક્રમણ ફેલાઈ શકે છે.એન્ટ્રી-એક્ઝિટ માટે એક-એક ગેટ ખુલ્લો રહેશે

આ શોપિંગ મોલ્સમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે એક-એક ગેટ ખુલ્લો રહેશે. વળી, એકસાથે ચારથી વધુ લોકોને પ્રવેશવાની મંજૂરી નહીં આપવામાં આવે અને લિફ્ટમાં પણ બેથી વધુ લોકોને પ્રવેશવા નહીં દેવાય.