બે ટોચના વકીલોએ ટિકટોકનો કેસ લડવાનો ઇનકાર કર્યો

નવી દિલ્હીઃ ચાઇનીઝ એપ ટિકટોકને પોતાનો કેસ લડવા માટે કોઈ સારો વકીલ શોધવામાં પણ મુશ્કેલી પડી રહી છે. દેશના બે જાણીતા વકીલોએ કોર્ટમાં ટિકટોકનો કેસ લડવા માટે સ્પષ્ટ ઇનકાર કર્યો છે. ભૂતપૂર્વ એટર્ની જનરલ અને સિનિયર વકીલ મુકુલ રોહતગી પછી હવે સિનિયર કોંગ્રેસ નેતા અને સુપ્રીમ કોર્ટના એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ પણ ટિકટોકનો કેસ લડવા માટે ઘસીને ના પાડી દીધી છે. ટિકટોક સહિત 50 ચાઇનીઝ એપ્સ પર સરકારે 29 જૂને પ્રતિબંધ મૂકી દીધો છે. બંને વકીલો સરકારના નિર્ણયની સામે કોર્ટમાં ટિકટોકની દલીલો રજૂ નહીં કરે.  

ચાઇનીઝ કંપનીની તરફેણ કરવી એ યોગ્ય નથી

ભૂતપૂર્વ એટર્ની જનરલે કહ્યું છે કે હાલના ટેન્શનને જોતાં કોઈ પણ ચાઇનીઝ કંપનીની તરફેણ કરવી એ યોગ્ય નથી. રોહતગી 19 જૂન, 2014થી 18 જૂન, 2017 સુધી ભારતના એટર્ની જનરલ હતા. તેઓ દેશના ટોચના વકીલોમાંના એક છે. કોંગ્રેસ નેતા સિંઘવીએ હવે ટિકટોકનો કેસ લડવાનો ઇનકાર કર્યો છે. જોકે વર્ષ પહેલાં તેઓ સુપ્રીમ કોર્ટમાં કંપનીનો કેસ લડી ચૂક્યા છે. ત્યારે તેમણે જીત મેળવી હતી. સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઇ કોર્ટને મામલે સુનાવણી કરી રહી હતી, ત્યારે હાઇકોર્ટે મદુરાઈ બેન્ચે પાછલા વર્ષે 24 એપ્રિલે ટિકટોક પરથી પ્રતિબંધ ઉઠાવી લીધો હતો.

બંને વકીલોએ શું કહ્યું?

રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે પ્રતિબંધ મૂકવામાં આવ્યો

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટિકટોક, વીચેટ, યુસી બ્રાઉસર જેવી 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો છે. પાછલા દિવસોમાં ચીન અને ભારતની સેના વચ્ચે થયેલી હિંસક ઝડપમાં 20 ભારતીય જવાનો શહીદ થયા બાદ બંને દેશો વચ્ચે ટેન્શન ચાલી રહ્યું છે, ત્યારે સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને મુદ્દે ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.