નવી દિલ્હીઃ પ્રદૂષણ દેશનો સૌથી મહત્વનો મુદ્દો બની ગયો છે. રાજધાની દિલ્હીથી લઈને યૂપી સહિત રાજ્યના અન્ય શહેરોમાં પ્રદૂષણને લઈને દેશભરમાં ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. આ મામલે લોકસભામાં પણ ચર્ચા થઈ, પરંતુ આટલા મહત્વના મુદ્દાને લઈને સાંસદો પર પણ સવાલો ઉઠવાના શરુ થઈ ગયા છે. આપણા સાંસદો આ મામલે કેટલા ગંભીર છે તે તો સંસદમાં આ મામલે થયેલી ચર્ચા દરમિયાન સાંસદોની ઉપસ્થિતીએ જણાવી જ દીધું અને પછી તેમના વચ્ચે થયેલી રાજનીતિએ પણ. ત્યારે આવો હવે નજર નાંખીએ કે આખરે દેશમાં કઈ-કઈ જગ્યાએ પ્રદૂષણ હાવી થઈ રહ્યું છે.
આજે દેશની રાજધાની દિલ્હી એર ક્વોલિટી ઈન્ડેક્સના ટોપ 10 શહેરોમાંથી બહાર છે. ટોપ 10 શહેરોમાં ભારતના સાત એવા શહેર છે કે જે ઉત્તર પ્રદેશના છે. હવામાં ઝેર તો આખા દેશમાં ઘોળાયેલું છે તેવું કહી શકાય પરંતુ યૂપીના આંકડાઓ ખતરનાક છે. દેશના ટોપ 10 પ્રદૂષિત શહેરોમાંથી આજે 7 શહેરો યૂપીના છે. આ આંકડો બુધવારનો છે, જે આવનારા દિવસોમાં બદલાઈ પણ શકે છે.
શહેરોના એર ક્વોલિટી ઈન્ડેક્સની સ્થીતીગાઝિયાબાદ (યૂપી) 353 અત્યંત ખરાબ ગ્રેટર નોએડા(યૂપી) 338 અત્યંત ખરાબ કાનપુર(યૂપી) 335 અત્યંત ખરાબ પાણીપત(હરિયાણા) 331 અત્યંત ખરાબ મેરઠ(યૂપી) 330 અત્યંત ખરાબ બાગપત(યૂપી) 328 અત્યંત ખરાબ યમુનાનગર(હરિયાણા) 321 અત્યંત ખરાબ નોએડા(યૂપી) 318 અત્યંત ખરાબ મુરાદાબાદ(યૂપી) 306 અત્યંત ખરાબ ભિવાડી (રાજસ્થાન) 302 અત્યંત ખરાબ |