અલાહાબાદઃ અલાહાબાદ હાઈ કોર્ટે કહ્યું છે કે કેન્દ્ર સરકારે બંધારણની 44મી કલમનો અમલ કરવા પર ધ્યાન આપવું જોઈએ, જેમાં જણાવાયું છે કે સમગ્ર ભારતમાં તમામ નાગરિકોને સમાન નાગરિક આચારસંહિતા (કાયદો) દ્વારા સરકારે સુરક્ષિત બનાવવા જોઈએ.
પોતાનાં લગ્ન માટે નામ-નોંધણી કરાવવા માટે આંતરધર્મ દંપતીઓએ નોંધાવેલી 17 પીટિશનો પર સુનાવણી કરતી વખતે ન્યાયમૂર્તિ સુનીતકુમારે કહ્યું કે સમાન નાગરિક ધારો આજના સમયની જરૂરિયાત બની ગયો છે અને એનો ફરજિયાત અમલ કરાવવાની જરૂર છે. આ કાયદાનો અમલ સ્વૈચ્છિક પ્રકારનો જરાય હોવો ન જોઈએ. લઘુમતી સમુદાયનાં લોકોએ વ્યક્ત કરેલા ભયને ધ્યાનમાં રાખીને ડો. બાબાસાહેબ આંબેડકરે છેક 75 વર્ષ પહેલાં આ અનુમાન વ્યક્ત કર્યું હતું. તેથી સંસદે આંતરધર્મી યુગલોને ગુનેગારો દ્વારા શિકાર બનતા રોકવા માટે દેશમાં સિંગલ-પરિવાર કાયદો લાગુ કરવો જોઈએ.