કોરોનાના દર્દીઓની સંખ્યા 258 પર પહોંચી

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનું સંકટ સતત વધતું જઈ રહ્યું છે. આને જોતા કેન્દ્ર અને રાજ્ય સરકારો જરુરી તમામ પગલા ભરી રહી છે. સરકારે લોકોને ઘરમાં જ રહેવા અને ઘરેથી જ કામ કરવાની અપીલ કરી છે. કોરોનાને ધ્યાને રાખતા મુખ્ય રેલવે સ્ટેશનો પર યાત્રીઓની ભારે ભીડ જોવામાં આવી રહી હતી. તો દેશના કેટલાય ભાગોમાં બજારો અને ઓફિસો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતમાં કોરોના વાયરસના અત્યારસુધીમાં કુલ 258 જેટલા કેસ સામે આવ્યા છે. ગઈકાલે દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા સૌથી વધારે વધી છે. શુક્રવારના રોજ કોરોનાના 63 નવા કેસો સામે આવ્યા છે. કોરોનાથી ભારતમાં અત્યારસુધી ચાર લોકોના મોત થયા છે. જોકે રાહતની વાત એ છે કે 23 લોકો આનાથી પૂર્ણ રીતે પ્રભાવિત છે. કેજરીવાલ સરકારે 31 માર્ચ સુધી દિલ્હીના તમામ મોલને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે. ગ્રોસરી, ફાર્મસી અને શાકભાજીની દુકાનો ખુલ્લી રહેશે.

  1. કોરોના વાયરસને જોતા અમેરિકા સ્થિત ભારતીય એમ્બેસીએ ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. ભારતીયોને સુરક્ષિત રહેવા માટે પોતાને ઘરમાં આઈસોલેટ રાખવા અને લોકો સાથે અંતર બનાવી રાખવા માટે કહેવામાં આવ્યું છે. વિઝાનો સમય વધારવા મામલે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.
  2. કોરોના વાયરસને ધ્યાને રાખતા સુરક્ષાના પગલા ભરતા વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર બાદ હવે સંકટ મોચન હનુમાન મંદિરને પણ સામાન્ય લોકો માટે 25 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. મંદીરમાં પૂજા નિયમિત રુપે ચાલશે.
  3. આ દરમિયાન, દેશના મુખ્ય રેલવે સ્ટેશનો પર ખૂબ ભીડ જોવા મળી રહી છે. મુંબઈમાં લોકમાન્ય તિલક ટર્મિનસ પર યાત્રીઓની ભારે ભીડ છે. એક યાત્રીએ કહ્યું કે, ટ્રેનોમાં સતત લોકોની ભીડ છે એટલા માટે મારી પાસે કન્ફર્મ ટીકિટ હોવા છતા સીટ મળી રહી નથી.
  4. આવતીકાલે એટલે કે રવિવારના રોજ જનતા કર્ફ્યુ પહેલા મેઘાલયની રાજધાની શિલોન્ગમાં આજે બજાર, ઓફિસ અને સાર્વજનિક પરિવહન સેવાઓ બંધ રહેશે. આ બંધી 24 કલાક માટે હશે. કોરોના વાયરસ સામે લડવા માટે આ પગલા ભરવામાં આવ્યા છે. આ આદેશ સુરક્ષા  બળો, અને મેડિકલ ટીમ પર લાગૂ નહી થાય. મેઘાલય સરકારે આને લોકડાઉન નહી પરંતુ કોરોના જાગૃતતા દિવસ નામ આપ્યું છે.
  5. અમેરિકાના રક્ષામંત્રીએ પણ ભારતની પહેલના વખાણ કર્યા છે. અમેરિકાના રક્ષા મંત્રી માર્ક એસ્પરે ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે વાત કરી અને ભારતની કોવિડ-19 પહેલની પ્રશંસા કરી. પેંટાગને જણાવ્યું કે બંન્ને નેતાઓએ કોવિડ-19 વૈશ્વિક મહામારી પર ચર્ચા કરી અને પોતાની વ્યાપક વૈશ્વિક ભાગીદારી મજબૂત કરનારી પહેલો પર આગળ વધતા રહેવા માટે આ સમય દરમિયાન નજીકનો સંવાદ જાળવી રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવી.
  6. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાના ટ્વીટમાં કહ્યું કે, કોરોના વાયરસને હરાવવા માટે એકજુટ થવું જરુરી છે. આ એકજુટતા માત્ર દેશો વચ્ચે નહી પરંતુ વિભિન્ન આયુના વર્ગો વચ્ચે પણ હોવી જોઈએ. એકજુટતાના આપણા આહ્વાનને પૂરુ કરવા માટે ધન્યવાદ. યુવાનો માટે આદે અમારી પાસે એક સંદેશ છે. આપ અજેય નથી. આ કોરોના વાયરસ તમને લાંબા સમય સુધી હોસ્પિટલમાં મોકલી શકે છે અથવા તો જીવ પણ લઈ શકે છે.
  7. મહારાષ્ટ્ર સરકારે મુંબઈ સહિત ઘણા શહેરોમાં તમામ ઓફિસને 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના તમામ મોલને 31 માર્ચ સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે.
  8. કન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે દિલ્હીના વ્યાપારી સંગઠનો સાથે થયેલી બેઠકમાં નિર્ણય કર્યો છે કે શનિવારથી ત્રણ દિવસ સુધી દિલ્હીના તમામ બજારો બંધ રહેશે. આ સિવાય રવિવારના રોજ દિલ્હીની મેટ્રો સેવાઓ પણ બંધ રહેશે.
  9. વડાપ્રધાન મોદીએ શુક્રવારે સાંજે વિભિન્ન રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક વિડીયો કોન્ફરન્સ કરીને કોરોના વાયરસના પ્રકોપને રોકવાની પદ્ધતીઓ પર ચર્ચા કરી છે. બેઠકમાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, મહારાષ્ટ્રના ઉદ્ધવ ઠાકરે, અને ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ શામિલ હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ પણ આ વિડીયો કોન્ફરન્સિંગમાં ભાગ લીધો હતો.
  10. વડાપ્રધાન મોદીની જનતા કર્ફ્યૂની અપીલ બાદ ભારતીય રેલવેએ મોટો નિર્ણય લીધો છે. ભારતીય રેલવેએ દેશમાં શનિવારે મધ્યરાત્રીથી રવિવાર રાતના 10 વાગ્યા વચ્ચે કોઈપણ સ્ટેશનથી કોઈ યાત્રી ટ્રેન શરુ ન કરવાનો નિર્ણય કર્યો છે.