લોકસભા ચૂંટણી 2019: રાષ્ટ્રીય સ્તરે 10 વીઆઈપી ઉમેદવારોનો દેખાવ

નરેન્દ્ર મોદીઃ ઉત્તર પ્રદેશના યાત્રાધામ વારાણસી (કાશી)માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરસાઈમાં છે. એમના મુખ્ય હરીફ કોંગ્રેસના અજય રાયનો કારમો પરાભવ નિશ્ચિત છે.


સ્મૃતિ ઈરાનીઃ ઉત્તર પ્રદેશના અમેઠીમાં ભાજપનાં ઉમેદવાર, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની આગળ છે. એમણે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને જોરદાર લડત આપી છે.


રાજનાથ સિંહઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના ઉમેદવાર રાજનાથ સિંહ લખનઉમાંથી ફરી જીત મેળવશે. એમની સામે ચૂંટણીમાં ઊભાં છે સમાજવાદી પાર્ટીનાં પૂનમ સિન્હા


નીતિન ગડકરીઃ કેન્દ્રીય પ્રધાન અને ભાજપ ઉમેદવાર નીતિન ગડકરી નાગપુર બેઠક પર આગળ છે. એમને ટક્કર આપવા મેદાનમાં ઉતર્યા છે કોંગ્રેસના નાના પટોલે.


હેમા માલિનીઃ ઉત્તર પ્રદેશના મથુરામાં ભાજપ ઉમેદવાર, 2014ની ચૂંટણીનાં વિજેતા, જાણીતાં અભિનેત્રી હેમા માલિની એમનાં નિકટના પ્રતિસ્પર્ધી કુંવર નરેન્દ્ર સિંહ (રાષ્ટ્રીય લોક દળ) સામે જીતની સ્થિતિમાં.


અખિલેશ સિંહ યાદવઃ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ સિંહ યાદવ ઉત્તર પ્રદેશના આઝમગઢમાં, એમના પત્ની ડિમ્પલ યાદવ કનૌજમાં અને પિતા મુલાયમ સિંહ યાદવ મૈનપુરી બેઠક પર આગળ હતાં.


ગોપાલ શેટ્ટીઃ મુંબઈ-ઉત્તર બેઠક પર ભાજપના ઉમેદવાર અને 2014ની ચૂંટણીના વિજેતા ગોપાલ શેટ્ટી કોંગ્રેસનાં ઉમેદવાર અને બોલીવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર કરતાં આગળ છે.


સોનિયા ગાંધીઃ કોંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ અને યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં આગળ છે


સની દેઓલઃ પંજાબની ગુરદાસપુર બેઠક પર ભાજપના ઉમેદવાર અને બોલીવૂડ અભિનેતા સની દેઓલ આગળ છે. એમની સામે મુકાબલે ઉતર્યા છે કોંગ્રેસના સુનીલ જાખડ


સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરઃ ભાજપનાં ઉમેદવાર પ્રજ્ઞા સિંહ મધ્ય પ્રદેશના ભોપાલમાં કોંગ્રેસના દિગ્વિજય સિંહ સામે સરસાઈમાં છે.