નવી દિલ્હીઃ દેશમાં મોટા ભારે ડિજિટલ-ઓનલાઇન ટ્રાન્ઝેક્શન મફત છે. એપ્રિલ, 2023 પછી રૂ. 2000થી વધુના પેમેન્ટ મોબાઇલ –ફોન વોલેટ કરવા પર 1.1 ટકા ચાર્જ લાગવા માંડ્યો છે, પણ એ ત્યારે લાગુ થશે, જ્યારે કોઈ અન્ય પ્લેટફોર્મના QR કોડને સ્કેન કરીને પેમેન્ટ કરવામાં આવશે. જો મોબાઇલ વોલેટ-પેમેન્ટ એપ વાળા પ્લેટફોર્મનો જ QR કોડ છે કો ચાર્જ નહીં લાગે. યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI), લોકો માટે વિવિધ બેન્કોનાં ખાતાંમાં પૈસા મોકલવા અને પ્રાપ્ત કરવા માટે મફત છે. મફતમાં ઓનલાઇન ડિજિટલ/ કેશલેસ ટ્રાન્ઝેક્શનની સુવિધા છતાં ભારતની પેમેન્ટ રેવેન્યુ ગયા વર્ષે વધીને 64 અબજ ડોલર થઈ ગઈ છે. એ ભારતીય કરન્સીમાં આશરે રૂ. 5.31 લાખ કરોડ થાય છે. એમ મેકિન્સી એન્ડ કંપનીનો તાજો વૈશ્વિક સર્વેમાં કહે છે.
સર્વે મુજબ પેમેન્ટ રેવેન્યુને મામલે હવે ભારત ચીન, અમેરિકા અને બ્રાઝિલ અને જાપાનથી પાછળ છે. ઓનલાઇન લેવડદેવડના વધતા ચલણને કારણે ડિજિટલ કોમર્સમાં વધારો થયો છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધી ગયો છે. દેશમાં આ વર્ષે ઓગસ્ટમાં 10 અબજ ડોલરથી વધુની કેશલેસ લેવડદેવડ થઈ હતી.
આ બધાં ટ્રાન્ઝેક્શન ઓનલાઇન છે. અંદાજ છે કે લેવડદેવડના ભારે વોલ્યુમને કારણે પેમેન્ટ્સથી ભારતને લાભ થશે. ગયા વર્ષે દેશમાં થયેલા 620 અબજ લેવડદેવડનો પાંચમો હિસ્સો ડિજિટલ પ્રકારનો હતો. 2027 સુધીમાં ટ્રાન્ઝેક્શનનો આંકડો વધીને 765 અબજ ડોલર થઈ જશે અને એમાંથી દરેક ત્રણમાંથી આશરે બે લેવડદેવડ ઓનલાઇન થશે.