નવી દિલ્હી: ભારતીય રીઝર્વ બેન્ક (RBI)એ બેંકો અને નાણાંકીય સંસ્થાઓને આદેશ આપ્યો છે કે દેવામાં ડૂબેલ IL&FS અને તેમની સહયોગી કંપનીઓ પર બાકી રહેલાં લેણાંની જાણકારી આપે. આ ઉપરાંત રીઝર્વ બેંકે કહ્યું કે, આવક અને માન્યતા વર્ગીકરણ (IRAC) અને NPAની સામે કરવામાં આવેલી વાસ્તવિક જોગવાઇઓ અંગે પણ જણાવે.
નેશનલ કંપની લો અપીલ ટ્રિબ્યુનલના (NCLAT) ઓર્ડર 25 ફેબ્રુઆરીના આદેશ પછી આ પરિપત્ર આવ્યો છે. કોઈ પણ નાણાકીય સંસ્થા ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ અથવા તેની સંસ્થાઓને આ અપીલ ટ્રીબ્યુનલની પૂર્વ પરવાનગી વિના NPA તરીકે જાહેર ન કરે.
જોકે RBIએ ત્યારબાદ કહ્યું કે, બેંકોએ IL&FS અને તેની કંપનીઓના ખાતાને NPA તરીકે વર્ગીકૃત કરવી જોઈએ. કેન્દ્રીય બેંકે બેંકોને IRAC ધોરણો મુજબની જોગવાઈઓની સ્થિતિ અને ખરેખર યોજાયેલી જોગવાઈઓની સ્થિતિ જાહેર કરવાની પણ માંગ કરી હતી.
આ મહિનાની શરૂઆતમાં NCLATની સુનાવણી દરમિયાન RBIના સલાહકાર ગોપાલ જૈને કહ્યું હતું કે બેંકોની ખાતઓમાં સાચું ઓડિટ, નિષ્પક્ષ આંકલન કરવા માટે મહત્વપૂર્ણ છે. આ આંકલન બાદ એવા ખાતાઓ પર પ્રારંભિક કાર્યવાહી કરી શકાય છે.
IL&FS દેવામ ડૂબી છે. IL&FS જૂથની 348 કંપનીઓ પર કુલ 94,000 કરોડ રૂપિયાનું દેવુ છે, જેમાંથી 54000 કરોડથી વધુની લોન બેંકો પાસેથી લીધેલી છે. કંપની ગત વર્ષે ઓગસ્ટમાં લીધેલી લોનની પરત ચૂકવણીમાં ડિફોલ્ટ થઈ રહી છે.