ખાનગી ટ્રેનોના સંચાલકો માટે રેલવેએ ઘડ્યા સમયપાલનના કડક નિયમ

નવી દિલ્હીઃ રેલવે દ્વારા ખાનગી ટ્રેન ઓપરેટરો માટે નિયમોનો મુસદ્દો ઘડવામાં આવ્યો છે. એમાં મુખ્ય પર્ફોર્મન્સના મુદ્દે ખાનગી કંપનીઓએ તેમના દ્વારા સંચાલિત ટ્રેનો મોડી પડે કે નિર્ધારિત સમય કરતાં સ્ટેશને વહેલી પહોંચશે તો એમણે મોટી રકમનો દંડ ચૂકવવો પડશે. ગઈ કાલે જારી કરવામાં આવેલા ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે ખાનગી ઓપરેટરોએ વર્ષ દરમ્યાન ટ્રેનોના સમયની બાબતમાં 95 ટકા નિયમિતતા જાળવવાની રહેશે.

ખાનગી ઓપરેટરો જો આવકને ખોટી રીતે રજૂ કરશે અથવા તેમના કારણે ટ્રેન રદ કરવામાં આવશે તો દંડ ચૂકવવો પડશે. જોકોઈ ટ્રેન ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં 15 મિનિટથી વધુ મોડી પહોંચશે તો એને મોડી ગણવામાં આવશે.

રેલવેએ ખાનગી ઓપરેટરો માટે ડ્રાફ્ટ બહાર પાડ્યો

  • રેલવેની નવી યોજનાઃ વિલંબિત ખાનગી ટ્રેને રેલવેને દંડ ચૂકવવો પડશે.
  • આ મામલે ખાનગી ઓપરેટરોએ ટ્રેન મોડી થવા બદલ દર 200 કિલોમીટરને આધારે એક ટકાનો પંક્ચ્યુઆલિટીમાં ઘટાડાનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.
  • રેલવેએ કહ્યું હતું કે હોલેજ ચાર્જ- ખાનગી ઓપરેટરો દ્વારા રેલવેના માળખાના ઉપયોગ માટે ચૂકવાતો ચાર્જ- પ્રતિ કિલોમીટર 512 હશે.
  • જોકોઈ ખાનગી ટ્રેન સમયથી પહેલાં 10 મિનિટ પહેલાં ગંતવ્ય સ્ટેશને પહોંચશે તો ઓપરેટરે 10 કિલોમીટર માટે હોલેજ ચાર્જ રેલવેને ચૂકવવો પડશે.
  • અધિકારીઓનું કહેવું છે કે આ પગલાં ખાનગી ઓપરેટર દ્વારા સમયસર ટ્રેનો ચલાવવામાં આવે એ માટે લેવાયાં છે.
  • જોકોઈ ટ્રેન રેલવેનાં કોઈક કારણોસર નિર્ધારિત ગંતવ્ય સ્ટેશને સમયસર ના પહોંચે તો ખાનગી ઓપરેટર દ્વારા વિલંબની દરેક મિનિટ માટે 50 કિલોમીટર સુધી પ્રતિ કિલોમીટર હોલેજ ચાર્જ ઓછો ચૂકવવાનો રહેશે.
  • ઓપરેટર માટે જવાબદાર કારણોના કારણમાં ટ્રેન સેવા રદ કરવાની સ્થિતિમાં ઓપરેટરે રેલવેને ટ્રેન સેવાની પેનલ્ટી સ્વરૂપે એક ચતુર્થાંશ દંડ- હોલેજ ચાર્જ ચૂકવવો પડશે. 
  • જો રેલવેની ભૂલને કારણે ટ્રેન રદ થશે તો રેલવે પેનલ્ટીના રૂપમાં એ જ રકમની ખાનગી ઓપરેટરને ચુકવણી કરશે.
  • જો ટ્રેનની સમયબદ્ધતાનું નુકસાન રેલવે અને ખાનગી ઓપરેટર-બંને માટે જવાબદાર હશે તો એ ટ્રેનના સમયમાં નુકસાન બદલ 70 ટકાથી વધુ યોગદાન કરતા ઓપરેટરના ખાતામાં એની ભરપાઈ કરવામાં આવશે.
  • જો ખરાબ મોસમ, ઢોરના ભાગવાને લીધે, દુર્ઘટના, લેવલ ક્રોસિંગ ગપર ભારે ટ્રાફિક અને યાત્રી એલાર્મ (સાંકળ ખેંચવી વગેરે) જેવાં કારણોને કારણે ટ્રેન પહોંચવામાં વિલંબ થશે તો કોઈએ પેનલ્ટી ચૂકવવાની રહેશે નહીં.
  • આ દસ્તાવેજમાં એ કહેવામાં આવ્યું છે કે રેલવે ખાનગી કંપનીઓની સાથે આવક વહેંચશે, જેથી એ પ્રામાણિક અને ઇમાનદારીથી એની આવક જણાવે- એ માટે નેશનલ ટ્રાન્સપોર્ટર પ્રતિનિધિઓને ચકાસણી કરવા માટે ખાનગી ઓપરેટરોના પ્રોજેક્ટ અને ઓફિસોમાં મોકલશે.  

ખાનગી ટ્ર્રેનો ચલાવવાના હરાજીની પ્રક્રિયાની ડેડલાઇન આઠ સપ્ટેમ્બર છે. પાછલા મહિને થયેલી બેઠકમાં 16 હરાજી લગાવવાળી કંપનીઓ સામેલ થઈ છે. હવે એમાં સાત કંપનીઓ વધુ કંપનીઓ સામેલ છે. હવે હરાજીમાં ભાગ લેનારી કંપનીઓની સંખ્યા 23 થઈ ગઈ છે.