લુધિયાણાઃ પંજાબના લુધિયાણા જિલ્લાના ગ્યાસપુરા વિસ્તારમાં આજે એક કારખાનામાં ગેસનું ગળતર થતાં 11 જણનું મૃત્યુ થયું છે અને બીજાં અનેક જણ બીમાર પડી ગયાં છે.
લુધિયાણાના નાયબ કમિશનર સુરભી મલિકે કહ્યું કે, કોઈક દૂષિત ગેસનું ગળતર થયું હોવાની શંકા છે. તપાસ ચાલી રહી છે. એનડીઆરએફના જવાનો નમૂના મેળવી રહ્યા છે. લીકેજ કેવી રીતે થયું અને કયા ગેસનું ગળતર થયું છે તે હજી સ્પષ્ટ થયું નથી. પોલીસે આખો વિસ્તાર સીલ કરી દીધો છે.
