દિવાળીનો તહેવાર પૂર્ણ થઈ ચૂક્યો છે. ત્યારે આજે ગુજરાતી લોકોમાટે નવા વર્ષ પ્રારંભ થયો છે. ત્યારે આજે વહેલી સવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી ને જનતાની સુખાકારી માટે પ્રર્થના કરી હતી. આ ઉપરાંત દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિક્રમ સંવત 2081ના નવા વર્ષની શુભેચ્છા માટે સોશિયલ મિડિયા ‘x’ પર પોસ્ટ કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવા વર્ષના રામ રામ ! કહેતા લખ્યુ કે “આજથી પ્રારંભ થતું આ નવું વર્ષ આપના જીવનમાં સુખ, સફળતા અને સમૃદ્ધિ લઈને આવે તથા આપનું આરોગ્ય નિરામય રહે એવી પ્રાર્થના. આગામી વર્ષમાં આપના બધા સપનાઓ સાકાર થાય તથા દરેક દિવસ નવી ઊર્જા અને સકારાત્મકતાથી ભરેલો રહે એવી અભ્યર્થના સાથે નવા વર્ષની અનેક અનેક શુભેચ્છાઓ…..!!
નવા વર્ષના રામ રામ !
આજથી પ્રારંભ થતું આ નવું વર્ષ આપના જીવનમાં સુખ, સફળતા અને સમૃદ્ધિ લઈને આવે તથા આપનું આરોગ્ય નિરામય રહે એવી પ્રાર્થના. આગામી વર્ષમાં આપના બધા સપનાઓ સાકાર થાય તથા દરેક દિવસ નવી ઊર્જા અને સકારાત્મકતાથી ભરેલો રહે એવી અભ્યર્થના સાથે નવા વર્ષની અનેક અનેક…
— Narendra Modi (@narendramodi) November 2, 2024