શ્રીનગર: જમ્મુ કશ્મીરમાં સુરક્ષાદળોએ એક પાકિસ્તાની આતંકીને જીવતો ઝડપવામાં સફળતા મળી છે. બારામુલાના એસએસપી અબ્દુલ ક્યૂમે કહ્યું કે, પકડાયેલા આતંકીનું નામ મોહમ્મદ વકાર છે, અને તે પાકિસ્તાનના કબજા હેઠળના પંજાબમાં આવેલા મિયાંવલીનો રહેવાસી છે. આ આતંકી જુલાઈ 2017 ઘૂસણખોરી કરીને ભારત આવ્યો હતો અને અંદાજે 1 વર્ષ કરતાં વધુ સમયથી શ્રીનગરમાં સક્રિય હતો. તેમનો પ્લાન બારામુલામાં આતંકવાદને ફરીથી સક્રિય કરવાનો હતો. આ મામલે જમ્મુ કશ્મીરની સ્થીનિય પોલીસ આતંકવાદીને પૂછપરછ ચાલુ રાખશે.
જમ્મુ કશ્મીર ડીજીપી દિલબાગ સિંહે ક્હ્યું કે, સ્થાનીય યુવાઓની ભરતી કરવાની સંખ્યા હવે ઓછી થતી જઈ રહી છે. આ એક સારો સંકેત છે. વર્ષ 2018 દરમિયાન રાજ્યમાં 272 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં હતાં, અને મોટી સંખ્યામાં ધરપકડ પણ કરવામાં આવી હતી.
15 કોર્પના કમાન્ડિંગ જનરલ ઓફિસર કેજેએસ ધીલ્લને કહ્યું કે, આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી પૂરજોશમાં ચાલુ રહેશે, અને અમે આતંકવાદને આગળ વધવા નહીં દઈએ. વધુમાં તેમણે કહ્યું કે, આ વર્ષે 66 આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યાં છે અને 12ની ધરપકડ કરવામાં આવી છે. પુલવામા હુમલા પછી 41 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં છે, એમાંથી 25 જેશ એ મોહમ્મદના હતાં.
ધીલ્લને કહ્યું કે, અમે જેશ એ મોહમ્મદ (JEM)ના લીડર પર નિશાન તાક્યું છે, હવે સ્થિતિ એવી છે કે, ઘાટીમાં JEMનું નેતૃત્વ સંભાળવા માટે કોઈ આગળ નથી આવી રહ્યું. પાકિસ્તાનના તમામ પ્રયત્નો છતાં JEMને નેસ્તનાબૂદ કરતાં રહીશું.