નિકલોડિયને ‘યોગા સે હી હોગા’ ઝુંબેશ સાથે યોગ દિવસ ઊજવ્યો

નવી દિલ્હીઃ નિકલોડિયન ફ્રેન્ચાઇઝી ભારતમાં લાખ્ખો યુવા ફેન્સનું મનોરંજન કરે છે અને મુખ્ય ચેનલોમાં નિક અને સોનિકની સાથે નંબર 1 અને નંબર 2 બાળકોની મનોરંજક ચેનલોની શ્રેણીમાં અગ્રણી છે. નિકલોડિયન એના નાના ફેન્સને જોડવા અને યોગાની દૈનિક પ્રેક્ટિસ કરાવવાના વિચાર સાથે વાર્ષિક ધોરણે ઇન્ટરનેશનલ યોગા ડેની ઉજવણી કરી છે. આ વર્ષે કિડ્સ કેટેગરીમાં યોગ દિવસે #YogaSeHiHoga ઝુંબેશ સાથે શરૂઆત થઈ હતી. આ પહેલના ભાગરૂપે બ્રાન્ડે  સર્વા (SARVA) યોગા સ્ટુડિયો સાથે ભાગીદારી કરી છે, જે એક વેલનેસ સ્ટાર્ટઅપ છે. જે કિડ્સને યોગના લાભાલાભ સમજાવે છે. નિકલોડિયન અને સર્વા  નિકટુન્સ, શિવા, રુદ્ર અને આનંદની સાથે દર્શકોને યોગાની વર્કશોપ માધ્યમથી શાંત અને ફન આપે છે. આ ઝુંબેશને આગળ વધારવા માટે બ્રાન્ડે સર્વાના યોગ નિષ્ણાતોની સાથે નીરોગી જીવનશૈલી જીવવા માટે અને મુશ્કેલ સમયમાં બાળકોને તનાવમુક્ત રહેતાં શીખવાડે છે. ભાગીદારી પર ટિપ્પણી કરતાં સર્વાની સહસંસ્થાપક મલાઇકા અરોરાએ કહ્યું હતું કે નાની ઉંમરે યોગ કરવાથી બાળકોને કેટલાય પ્રકારે લાભ થાય છે અને તેમના માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે. હકીકતમાં બાળક માટે એક સારી ગિફ્ટ પૈકીની એક ગિફ્ટ યોગા છે.  હાલના સમયમાં બાળકો શારીરિત રમતો નથી રમી શકતા, ત્યારે શીખવાના માધ્યમ કાર્ટૂન દ્વારા હેલ્થી પરિવર્તન માણી શકે છે. જોકે બાળકોને પ્રભાવિત કરવા મુશ્કેલ હોવા છતાં નિકટૂન્સ, રુદ્ર અને શિવની સાથે એકરૂપ થઈ શકે છે. એ બાળકોને યોગ શીખવાની પ્રેરણા આપે છે.