નવી દિલ્હી- પ્રદર્શનના દબાણ અને પેરેન્ટ્સના ગુસ્સાથી બચવા માટે વિદ્યાર્થીઓ તરફથી નીટ અને જેઈઈ પ્રવેશ પરીક્ષાની બોગસ માર્કશીટ બનાવવાનો મામલો સામે આવ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આ મામલે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો છે. હકીકતમાં ઘણાં એવા વિદ્યાર્થીઓએ તેમના માતાપિતાને પરીક્ષામાં વધુ માર્કસ બતાવવા માટે નકલી માર્કશીટ તૈયાર કરી અને ઓરિજનલ માર્કશીટને બદલે નકલી રજૂ કરી. એટલું જ નહીં, આ ફ્રોડને વિદ્યાર્થીઓએ સ્માર્ટ રીતે અંજામ આપ્યો અને પરિજનોને ઓથોરિટીઝ સામે ફરિયાદ કરવા મનાવી લીધાં હતાં.
અંદાજે 30 વિદ્યાર્થીઓના માતાપિતાએ તેમના બાળકો પર ભરોસો કરીને કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીને ફરિયાદ પણ કરી દીધી. એજન્સીઓએ આ મામલે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, જે આધાર પર માતાપિતાએ વધુ માર્કસનો દાવો કર્યો હતો તે વિદ્યાર્થીઓની માર્કશીટ જ બોગસ છે. હવે આવા મામલાને એનટીએને પોલીસને સોંપવાનો નિર્ણય કર્યો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર આ ફ્રોડ કરવામાં એકદમ સ્માર્ટ રીતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના કારણે NTA એ પરિક્ષાર્થીઓની ઉત્તરવહીઓનું રિચેકિંગ કરવું પડયું હતું. એક કિસ્સામાં તો વિદ્યાર્થીએ ત્રણમાંથી બે સેક્શનમાં પર્સેંટાઈલ સ્કોર જ બલદી નાંખ્યો હતો. આ ઉપરાંત નીટમાં તેમનો સરેરાશ રેન્ક પણ બદલી નાખ્યો.
વિદ્યાર્થીઓ તરફ રજૂ કરવામાં આવેલી માર્કશીટ અને NEET અને JEEના ઓરિજન રિઝલ્ટમાં અંતર જોઈને પેરેન્ટ્સે એચઆરડી, સ્વાસ્થ્ય મંત્રાલય અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીને મેલ કરીને ફરિયાદ કરી. તેમણે તેમની ફરિયાદમાં કહ્યું કે, એક જ વિદ્યાર્થીને બે માર્કશીટ કેવી રીતે આપવામાં આવી.
જોકે વિદ્યાર્થીઓની આ ચાલાકી એજન્સીઓએ એકદમ સરળતાથી પકડી લીધી હતી. માનવ સંસાધન મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે, પરિક્ષાર્થીએ ઓરિજનલ માર્કશીટના ક્યૂઆર કોડને જ નકલી માર્કશીટ માટે વાપર્યો હતો. તેમણે કહ્યું ક્યૂઆર કોડની સ્કનિંગ કર્યું તો અમે ઓનલાઈન જાહેર કરાયેલા રિઝલ્ટ પર પહોંચ્યા જે અસલી હતું અને તેનો કયૂઆર કોડ નકલી અંક પત્રમાં પણ હતો. ફરી એક વખત તેની ચકસણી માટે અમે ઉત્તરવહીનું રિચેકિંગ કર્યું તો જાણવા મળ્યું કે, બીજુ રિઝલ્ટ નકલી છે.