નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટનાં ભૂતપૂર્વ જસ્ટિસ સુજાતા મનોહરે હાલાં જ કહ્યું હતું કે પછાત સમુદાયોની સામાજિક અડચણોને ખતમ કરવાની જરૂર છે, પણ એ સ્પષ્ટ નથી કે કવોટા પ્રણાલી અતવા અનામત સમાનતા લાવવામાં મદદ કરશે કે નહીં.
ભારતમાં ક્વોટા અને સકારાત્મક કાર્યવાહીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ એ સ્પષ્ટ નથી કે શું એનાથી હાલની સ્થિતિ વધુ સમાન થશે. આ એવા મુદ્દા છે, જેમનો ઉકેલ લાવવો મુશ્કેલ છે અને સામાજિક અડચણો દૂર કરવા માટે યોજનાઓ લાવવાની જરૂર છે. કોઈ કટ-એન્ડ ડ્રાય સમાધાન નથી, એમ તેમણે કહ્યું હતું. દિલ્હીમાં સાત સપ્ટેમ્બરે ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં આયોજિત પહેલું શિવકુમાર સૂરી મેમોરિયલ વ્યાખ્યાન તેઓ આપી રહ્યા હતા.
આ કાર્યક્રમમાં એટર્ની જનરલ આર. વેન્કટરમણી, ટોચની કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ અનિલ આર. દવે, સુપ્રીમ કોર્ટના બાર એસોસિયેશન (SCBA)ના અધઅયક્ષ આદીશ સી. અગ્રવાલ અને વકીલ શિવકુમાર સૂરીના પુત્ર, વકીલ શિખર સૂરી પણ હાજર હતા.
તેમણે કહ્યું હતુ કે ક્યારેક-ક્યારેક અધિકારોમાં અંતરનિર્હિત વિરોધભાસ હોય છે. સમાનતાના અધિકારની વ્યાખ્યા કરવામાં એક પાયાની સમસ્યા હોય છે, કેમ કે કોઈ પણ બે માણસો સમાન નથી હોતા. જોકે તેમને સન્માનની સાથે જીવન જીવવાનો અધિકાર છે. જસ્ટિસ મનોહરે સ્ટુડન્ટ્સ ફોર ફેર એડમિશન વિરુદ્ધ હાર્વર્ડ કોલેજ મામલે US સુપ્રીમ કોર્ટ 2023ના ચુકાદાનો હવાલો આપ્યો હતો. જે કહે છે કે એક પ્રવેશ પ્રણાલી જે એક માપદંડ છે, તે અમેરિકી બંધારણમાં સમાન સુરક્ષા ખંડનું ઉલ્લંઘન કરે છે.