અયોધ્યાઃ અયોધ્યા મામલે ઈકબાલ અંસારી તેમજ કેટલાક મુસ્લિમ ધર્મગુરુઓએ કેન્દ્ર સરકાર પાસેથી વર્ષ 1991 માં અધિગ્રહીત કરવામાં આવેલી ભૂમીમાંથી મસ્જિદ માટે જમીન આપવાની માંગ કરી છે. વિવિદિત ઢાંચાની અસપાસની 67 એકર જમીન 1991 માં કેન્દ્ર સરકારે અધિગ્રહિત કરી લીધી હતી. અંસારીએ કહ્યું કે ઉચ્ચત્તમ ન્યાયાલયના આદેશ અનુસાર જો સરકાર અમને જમીન આપવા માંગે છે તો તે અમને તે જ 67 એકર જગ્યામાં હોવી જોઈએ જેને કેન્દ્રએ અધિગ્રહિત કરી લીધી હતી અમે ત્યારે જ આનો સ્વિકાર કરીશું, નહી તો અમે જમીન લેવાથી ઈનકાર કરી દઈશું.
મૌલાના જમાલ અશરફ નામના સ્થાનીય ધર્મગુરુએ કહ્યું કે મુસ્લિમો મસ્જિદ બનાવવા માટે જમીન તો પોતાના પૈસાથી પણ ખરીદી શકે છે એટલે તેઓ આના માટે કેન્દ્ર સરકાર પર નિર્ભર નથી. સરકાર જો અમને કંઈક આપવા જ માંગે છે તો સરકારે અમને 1991 માં અધિગ્રહિત કરવામાં આવેલી 67 એકર ભૂમીમાંથી જ કોઈ જમીન આપવી જોઈએ. તે જમીન પર ઘણા કબ્રસ્તાન અને સૂફી સંત કાજી, કિદવા સહિત ઘણી દરગાહો છે. મામલાના એક અન્ય વ્યક્તિ હાજી મહબૂબે કહ્યું કે અમે આ વસ્તુ સ્વીકાર નહી કરીએ. સરકારને સ્પષ્ટ રીતે જણાવવું પડશે કે તે અમને ક્યાં જમીન આપવા જઈ રહી છે.
જમીઅત ઉલમા એ હિંદની અયોધ્યા બ્રાંચના અધ્યક્ષ મૌલાના બાદશાહ ખાને કહ્યું કે મુસલમાન બાબરી મસ્જિદનો કેસ લડી રહ્યા હતા ન કે કોઈ જમીનનો. અમને મસ્જિદના બદલી ક્યાંય કોઈ જમીન જોઈતી નથી, પરંતુ અમે એ જમીનને પણ રામ મંદિર નિર્માણ માટે આપી દઈશું. તો પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર પ્રદેશ સરકારે મસ્જિદના નિર્માણ માટે અયોધ્યાની અંદર અને તેની આસપાસ જમીન શોધવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે.
સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, જવાબદાર અધિકારીઓને કોઈ પ્રમુખ અને આકર્ષક સ્થાન પર મસ્જિદના નિર્માણ માટે જમીન શોધવા માટે જણાવવામાં આવ્યું છે. જો કે અયોધ્યા મામલે પ્રમુખ પક્ષકાર સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ ઉત્તર પ્રદેશે જમીન લેવા મામલે અથવા તો ન લેવા મામલે આગામી 26 નવેમ્બરના રોજ થનારી પોતાની બેઠકમાં નિર્ણય લેવાની વાત કહી છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટની પાંચ સદસ્યીય સંવિધાન પીઠે 9 નવેમ્બરના રોજ અયોધ્યા મામલે નિર્ણય સંભળાવતા વિવાદિત સ્થળ પર રામ મંદિરનું નિર્માણ કરાવવા અને મુસ્લિમોને મસ્જિદ બનાવવા માટે કોઈ પ્રમુખ સ્થાન પર 5 એકર જમીન આપવાનો આદેશ કર્યો હતો.