મહાશિવરાત્રી 2020: સાતપુડાની રાણી કહેવાતી પંચમઢીની પર્વતમાળાઓ બમ બમ ભોલેના નાદથી ગૂંજી રહી છે. મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લાના અતંર્ગત સાતપુડા ટાઈગર રિઝર્વ ક્ષેત્રમાં ચૌરાગઢ મહાદેવ મંદિર આવેલું છે, અહીં આઠ દિવસ સુધી મેળો ભરાઈ છે મહાશિવરાત્રીના દિવસે પૂર્ણ થાય છે. મેળા દરમ્યાન આસપાસના જિલ્લાઓ સહિત નજીકના પ્રદેશોથી અંદાજે 6 લાખ શ્રદ્ધાળુઓ બાબાના દર્શને આવે છે.
મહાશિવરાત્રી એટલે કે આજના દિવસે અહીં ભક્તોની ભીડ ઉમટી પડે છે. માનતા પૂરી કરવા માટે અહીં લોકો એક ઈંચ લઈને બે ક્વિંટલ સુધીના વજન ધરાવતા ત્રિશૂલ બાબાને અર્પણ કરે છે. મંદિરના પૂજારી બાબા ગરીબદાસ કહે છે કે, ચૌરાગઢ મહાદેવની માન્યતાને લઈને અનેક કથાઓ છે.
એક કથા અનુસાર ભસ્માસુરને વરદાન આપ્યા પછી ભગવાન શિવ એ અહીં રોકાણ કર્યું હતુ. ચૌરાગઢ આદિવાસીઓનું પ્રાચીન નિવાસ સ્થાન રહ્યું છે. ચૌરાગઢ મેળામાં આ વર્ષે મહાશિવરાત્રીના દિવસ સુધીમાં 50 હજારથી વધુ ત્રિશૂલ બાબાને ચઢાવવામાં આવ્યા.
ચૌરાગઢ જવા માટે નજીકનું રેલવે સ્ટેશન પિપરિયા છે. પંચમઢીથી દસ કિમી સુધી વાહન દ્વારા જઈ શકાય છે અને ત્યાંથી ચાર કિમી પગપાળા રસ્તો છે. મુખ્ય મંદિર સુધી પહોંચવા માટે 325 સીડીઓ ચડવી પડે છે. પંચમઢી મધ્યપ્રદેશનું એકમાત્ર હિલસ્ટેશન છે. સતપુડા પહાળીઓની વચ્ચે સ્થિત હોવાને કારણે અને રમણીય સ્થળોને કારણે આને સતપુડાની રાણી પણ કહેવામાં આવે છે. અહીં ગાઢ જંગલો, સુંદર ધોધ અને તળાવ પણ છે.
મહાશિવરાત્રી પર શિવલિંગ પરથી હટાવવામાં આવે છે પીતળનું આવરણ
મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાના ગંજબાસૌદા તાલુકાથી ઉદયપુર ગામમાં ભગવાન શિવનું એક હજાર વર્ષ નીલકંઠેશ્વર મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ પરમાર રાજા અદયાદિત્યે કરાવ્યું હતું. મંદિરમાં પાંચ ફૂટ ઉંચા ચબૂતરા પર ત્રણ ફૂટ ઉંચુ શિવલિંગ છે, જેના પર બારેમાસ પીતળનું આવરણ ચઢાવેલુ રહે છે. મહાશિવરાત્રીના દિવસે વર્ષમાં એક વખત આ આવરણને લિંગ પરથી ઉતારી લેવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાળુંઓ લાલ પત્થરથી બનેલા શિવલિંગના દર્શન કરે છે.
શિવરાત્રીના દિવસે અહીં પણ મેળો ભરાય છે, જેમાં એક લાખથી વધુ શ્રદ્ધાંળુઓ આવે છે. લગભગ 51 ફૂટ ઉંચા આ મંદિરની ચારેતરફ પત્થરની મજબૂત દિવાલો બનાવેલી છે. મંદિરના બહારના ભાગ પર શિવ, દુર્ગા, બ્રહ્મા, વિષ્ણુ અને ગણેશ સહિત અન્ય દેવી દેવતાઓની પ્રતિમાઓ છે.
વર્ષમાં એક જ દિવસ ખુલે છે મંદિર
રાયસણના કિલ્લામાં આવેલુ શિવ મંદિર માત્ર વર્ષમાં એક જ દિવસ મહાશિવરાત્રીના દિવસે જ ખુલે છે. આ મંદિર 12મી સદીમાં બનેલુ છે અહીં પણ આજના દિવસે મેળો ભરાઈ છે. મંદિરના તાળા ખોલવા માટે અનેક આંદોલનો થયા. 1974માં તત્કાલિન મુખ્યમંત્રી પ્રકાશચંદ શેઠીએ આવવું પડયું હતું, તેમ છતાં આજે પણ વર્ષમાં માત્ર મહાશિવરાત્રીના દિવસે જ આ મંદિરના દ્વાર ખોલવામાં આવે છે. આ શિવ મંદિર સોમેશ્વર ધામના નામથી પણ ઓળખાય છે.
મહાશિવરાત્રીના દિવસે સરકારી અધિકારીઓની હાજરીમાં મંદિરના તાળા ખોલવામાં આવે છે અને દિવસભર પૂજા અર્ચના તેમજ અભિષેક કરવામાં આવે છે. સાંજ પડતાની સાથે જ મંદિરમાં ફરી તાળા મારી દેવામાં આવે છે. હકીકતમાં આ કોઈ ધાર્મિક પરંપરા નથી પણ વહીવટી વ્યવસ્થા છે. કહેવામાં આવે છે કે એક વખત અહીં સાંપ્રદાયિક તણાવ દરમ્યાન ઉભી થયેલી વિકટ પરિસ્થિતિઓને કારણે વહીવટી તંત્રએ અને પોલીસે સંયુક્ત રીતે આ નિર્ણય લીધો હતો.