કર્ણાટક: CM કુમારસ્વામીએ રજૂ કર્યો વિશ્વાસ મત પ્રસ્તાવ, 19 ધારાસભ્યો ગેરહાજર

બેંગ્લુરુ-  કર્ણાટકમાં રાજકીય ઘમાસાણ વચ્ચે સીએમ કુમારસ્વામી વિધાનસભામાં વિશ્વાસ મત રજૂ કર્યો. વિધાનસભામાં વિશ્વાસ મત દરમિયાન કોંગ્રેસના બે ધારાસભ્ય ગેરહાજર છે. જેથી કુમારસ્વામીની મુશ્કેલીમાં વધારો થવાનો છે. વિશ્વાસ મતની ચર્ચા દરમિયાન વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા શિવકુમાર વચ્ચે બોલાચાલી થઈ હતી. કુમારસ્વામીએ વિશ્વાસ મતની ચર્ચા દરમિયાન જણાવ્યુ હતુ કે, સ્પીકર પર દબાણ વધારવામાં આવી રહ્યુ છે. મારા કાર્યકાળ દરમ્યાન જનતાનું કામ કરવામાં આવ્યુ.. વિપક્ષને સરકાર પાડવાની ઉતાવળ વધુ છે. ભાજપ આટલી ઉતાવળ કેમ કરે છે.

ફ્લોર ટેસ્ટ પર હાલમાં દલીલ ચાલી રહી છે આ દરમિયાન 19 ધારાસભ્યો વિધાનસસભામાં નથી પહોંચ્યા. એથી સ્પષ્ટ થાય છે કે, જો આજે જ વિશ્વાસ મત પર વોટિંગ થશે તો કુમારસ્વામી સરકાર માટે સંકટ વધી શકે છે.

વિશ્વાસમત પહેલા ભાજપના ધારાસભ્ય વિધાનસભા પહોંચ્યા. તેમની સાથે યેદિયુરપ્પા પણ વિધાનસભામાં આવી પહોંચ્યા હતા. વિશ્વાસમત પહેલા વિધાનસભા બહાર સુરક્ષાનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. યેદિયુરપ્પાએ વિધાનસભામાં વિશ્વાસ મત પહેલા જીતનો દાવો કર્યો. તેમણે જણાવ્યુ હતુ કે, વિધાનસભામાં કુમારસ્વામી અને કોંગ્રેસ પાસે સંખ્યાબળ નથી. જેથી કુમારસ્વામીની સરકાર રાજ્યમાં લઘુમતી છે.

ફ્લોર ટેસ્ટ કર્ણાટકના મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામીએ વિધાનગૃહમાં કહ્યું કે, હું અહીં માત્ર એટલા માટે નથી આવ્યો કે, કારણ કે એના પર સવાલ છે કે, હું ગઠબંધન સરકાર ચલાવવા માગુ છું કે નહી. ઘટનાઓથી જાણવા મળ્યું છે કે, કેટલાક ધારાસભ્યો દ્વારા પણ અધ્યક્ષની ભૂમીકાને ખતરામાં નાખી દીધી છે.

કોંગ્રેસના બાગી ધારાસભ્ય બી.સી. પાટિલે મીડિયામાં જાહેર કરેલા એક વીડિયોમાં કહ્યું કે, અમે માનનીય ઉચ્ચતમ ન્યાયાલયના નિર્ણયથી ખુશ છીએ, અમે તેમનું સન્માન કરીએ છીએ. પાટિલની સાથે કોંગ્રેસ-જેડીએસના 11 અન્ય ધારાસભ્યો પણ હતાં જેમણે રાજીનામાં આપ્યા છે. પાટિલે કહ્યું અમે બધા સાથે છીએ અને અમે જે પણ નિર્ણય કર્યો છે…કોઈ પણ કિંમતે (રાજીનામાં પર) પાછળ હટવાનો સવાલ જ પેદા નથી થતો. અમે અમારા નિર્ણય પર કાયમ છીએ. વિધાનસભા જવાનો કોઈ સવાલ જ નથી ઉભો થતો