ભોપાલઃ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પાર્ટી સાથેનો એમનો 18 વર્ષ જૂનો નાતો આજે તોડી નાખ્યો. તેઓ આજે સાંજે જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે એવા સમાચાર હતા, પણ હવે સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે તેઓ 12 માર્ચના ગુરુવારે જોડાશે.
સિંધિયા પહેલાં ગ્વાલિયર જશે અને પછી ત્યાંથી એમના સમર્થકો સાથે મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલ આવશે.
સિંધિયાએ રાજીનામું આપ્યા બાદ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે બેઠક મળી હતી. એનું પ્રમુખપદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળ્યું હતું. આ બેઠક નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં મળી હતી. એમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરીએ પણ હાજરી આપી હતી.