જિતેન્દ્ર ત્યાગી (ભૂતપૂર્વ વસીમ રિઝવી)ને પાકિસ્તાનમાંથી ધમકી-મળી

લખનઉઃ મુસલમાનમાંથી હિન્દુ બનેલા જિતેન્દ્ર ત્યાગી (ભૂતપૂર્વ વસીમ રિઝવી)ને પાકિસ્તાનમાંથી ધમકી મળી છે. પાકિસ્તાનના એક માણસે એમને ધમકી આપીને હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન પણ કર્યું છે. દેવી-દેવતાઓની તસવીરોને અપમાનજનક રીતે વાઈરલ કરવામાં આવી રહી છે. એવી તસવીરો ત્યાગીને પાકિસ્તાનમાંથી વોટ્સએપ પર મોકલવામાં આવી રહી છે. આ વિશે લખનઉના એક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.

ત્યાગીએ પાકિસ્તાન સરકારને વિનંતી કરી છે કે એમને ધમકી આપનાર અને વાંધાજનક તસવીરો મોકલનાર વ્યક્તિની ધરપકડ કરીને એને ફાંસીની સજા આપવામાં આવે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]