કશ્મીર સરહદે BSF જવાનોએ પાકિસ્તાની દાણચોરને ઠાર કર્યો

શ્રીનગરઃ પાકિસ્તાન સાથેની સરહદ પર અત્યંત સતર્ક રહીને જાપ્તો રાખનાર સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનોએ ગઈ મધરાત બાદ એક પાકિસ્તાની દાણચોરને ઠાર કર્યો હતો. તે દાણચોર સામ્બા જિલ્લાના રામગઢ સીમા વિસ્તારમાંથી કેફી પદાર્થો લઈને ભારતમાં ઘૂસવાનો પ્રયત્ન કરતો હતો.

બીએસએફ જમ્મુના જનસંપર્ક અધિકારીએ કહ્યું કે, માર્યા ગયેલા પાકિસ્તાની દાણચોર પાસેથી 4 કિલોગ્રામના કેફી પદાર્થો મળી આવ્યા હતા.