ચંદ્રયાન-2 લોન્ચ, ઓરબીટમાં 16 મીનિટમાં પ્રસ્થાપિત થયું, દેશમાં ખુશીનો માહોલ

શ્રીહરિકોટાઃ  ગત સપ્તાહમાં મુલતવી રખાયાં બાદ આજે ભારતના મિશન ચંદ્રયાન-2ને સોમવાર 2.43 મિનિટેબપોરે લોન્ચ કરવાની ક્ષણો આવી પહોંચી છે. ભારતના મિશન ચંદ્રયાન-2માં રોબોટિક રોવરને ચંદ્રની સપાટી પર ઉતારવામાં આવશે. જીએસએલવી એમકે-3 રોકેટથી ચંદ્રયાન-2ને લોન્ચ કરવામાં આવ્યું છે. આ રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર 48 દિવસની યાત્રા બાદ 6 સપ્ટેમ્બરે પહોચશે. આજના લોન્ચિંગ માટે વૈજ્ઞાનિકોએ 15 જૂલાઈની સરખામણીમાં કેટલાક ફેરફાર પણ કર્યાં છે.

Live- મિશન ચંદ્રયાન-2ના ડાયરેક્ટરે લોન્ચિંગ માટે ગ્રીન સિગ્નલ આપ્યું. 2.43 મિનિટે લોન્ચ પેડ ફાયર,રોકેટ લિફ્ટ

જીએસએલવી-એમકે3 દ્વારા ચંદ્રયાન-2 લોન્ચ

વૈજ્ઞાનિકોની ઓરબીટ પર નજર, સફળતાપૂર્વક ચંદ્રયાન તેના માર્ગે ગતિ કરવાની પ્રતીક્ષા

લોન્ચ થયાંની 16 મિનિટમાં ઓરબીટમાં સફળતાપૂર્વક પ્રસ્થાપિત થયું ચંદ્રયાન-2, વૈજ્ઞાનિકોમાં આનંદ છવાયો

આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાળી પાડી આ સફળતાને વધાવી હતી. તેમ જ ટ્વીટ કરીને જણાવ્યું કે આ ક્ષણ દરેક ભારતવાસી માટે ગૌરવની ક્ષણ છે.તેમણે વધુમાં જણાવ્યું કે આ વિશેષ ક્ષણ ઐતિહાસિક બની ગઈ છે. ચંદ્રયાન-2નું સફળ પ્રક્ષેપણ આપણા વૈજ્ઞાનિકોની શક્તિ અને 130 કરોડ ભારતીયોના નિર્ણયને વિજ્ઞાનની નવી સરહદોને માપી રહ્યું છે. દરેક ભારતીય આજે અત્યંત ગર્વ અનુભવે છે.

નામ આપવામાં આવ્યું છે ‘બાહુબલી’…

ચંદ્રયાન મિશન-2માં રોબોટિક રોવરને ચંદ્ર પર લઈ જનારા રોકેટને વિશાળકાય આકારના કારણે બાહુબલી નામ અપાયું આવ્યું છે. જોકે તેનું નામ જિયોસિંક્રોનસ સ્ટેન્ડિંગ સેટેલાઇટ લોન્ચ વ્હિકલ માર્ક 3- GSLV MK3 છે. ઈસરોના વૈજ્ઞાનિક તેને બાહુબલી કહી રહ્યાં છે. આ બાહુબલીનું વજન લગભગ 640 ટન છે અને તેની ઉંચાઈ 15 માળની બિલ્ડિંગ જેટલી છે.

બાહુબલી રોકેટ લગભગ 3.8 ટન વજનના સેટેલાઇટને ચંદ્ર પર લઈ જશે. ભારતના સૌથી ભારેભરખમ લોન્ચ પેડથી આ ત્રીજું લોન્ચિંગ છે.

આ લોન્ચર જાણો વિશેષતા…

– તે અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી લોન્ચર છે. જે સંપૂર્ણપણે દેશમાં બનાવવામાં આવ્યું છે.
– તે અત્યાર સુધીનું સૌથી ભારે લોન્ચર છે. તેનું વજન 640 ટન છે.
– તે અત્યાર સુધીનું સૌથી ઉંચાઈ ધરાવતું લોન્ચર છે. તેની ઉંચાઈ 15 માળની બિલ્ડિંગ જેટલી છે.
– તે 4 ટન વજનના સેટેલાઇટને આકાશમાં લઈ જવા સક્ષમ છે.– તે લો અર્થ ઓર્બિટમાં 10 ટન વજનના સેટેલાઇટને લઈ જઈ શકે છે.
– તે ચંદ્રયાન મિશન-2ના સેટેલાઇટને તેના ઓર્બિટમાં સ્થાપિત કરશે.
– તેમાં સૌથી શક્તિશાળી ક્રાયોજેનિક એન્જિન C25 લાગેલું છે જેને CE-20 પાવર આપશે.
– તેમાં S200 રોકેટ બૂસ્ટર લગાવેલાં છે જે રોકેટને એટલી શક્તિ આપશે કે તે આકાશમાં છલાંગ લગાવી શકશે.   S200ને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરમાં બનાવવામાં આવ્યું છે.
– GSLV Mk 3ના અલગઅલગ મોડલનું અત્યાર સુધી ત્રણવાર સફળ લોન્ચિંગ થઈ ચૂક્યું છે


આ લોન્ચિંગને લઇને દેશવિદેશમાં ભાર ઉત્સુકતાનો માહોલ છે. કવાર મુલતવી રખાયાં બાદ આજે ફરી સુખરુપ પ્રક્ષેપણ થઈ શકે તે માટે તમામ ટેકનિકલ સજ્જતા પૂર્ણ કરવામાં આવી છે, અને દેશભરની સામાન્ય જનતામાં આ અવસરને લઇને આનંદનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.