1 મેથી ટ્રેન ટિકીટ રિઝર્વેશનમાં રેલવે કરી રહ્યું છે મોટો બદલાવ…

નવી દિલ્હીઃ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે એક મોટું પગલુ ભરવામાં આવી રહ્યું છે. રેલ યાત્રી હવે ટિકીટ બુકિંગ કરાવ્યા બાદ પોતાની યાત્રા શરુ કરવાનું સ્ટેશન બદલી શકશે. 1 મેથી બોર્ડિંગ સ્ટેશનને બદલવાની પ્રક્રિયા પણ પહેલાની તુલનામાં સરળ બની જશે. પહેલા યાત્રીઓ બોર્ડિંગ સ્ટેશનને યાત્રાની તારીખથી 24 કલાક પહેલા જ બદલી શકતા હતા. હવે રેલવે યાત્રીઓને ચાર્ટ તૈયાર થયાના 4 કલાક પહેલા સુધી યાત્રા શરુ કરવાનું સ્ટેશન બદલવાની મંજૂરી આપશે.

જો તમે બોર્ડિંગ સ્ટેશનમાં બદલાવ બાદ પણ યાત્રા નથી કરતા અને ટીકિટને કેન્સલ કરાવો છો તે આપને રિફંડના રુપમાં કોઈ પૈસા નહી મળે. રેલ અધિકારીઓનું કહેવું છે કે ઘણીવાર યાત્રીના પ્લાનમાં અંતિમ સમયમાં બદલાવ થઈ જાય છે. આનાથી તેમની પાસે ટિકીટ કેન્સલ કરાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી બચતો. એવામાં યાત્રીઓની સુવિધાને જોતા રેલવેએ 24 કલાકના સમયને ઘટાડીને 4 કલાક કરી દીધો છે. આનાથી ટિકીટ કેન્સલ કરાવનારાની સંખ્યામાં ઘટાડો થશે.

વર્તમાન નિયમો અનુસાર ટિકીટ બુકિંગ કરાવનારા યાત્રી ટ્રેનના પ્રસ્થાન કરવાના સમયથી 24 કલાક પહેલા સુધી બોર્ડિંગ સ્ટેશનમાં બદલાવ કરી શકતા હતા. આમાં એક શરત છે કે જો યાત્રીએ પોતાના બોર્ડિંગ સ્ટેશનમાં બદલાવ કરી દીધો છે તો પછી તે પોતાના જુના બોર્ડિંગ સ્ટેશનથી ટ્રેન પર સવાર નથી થઈ શકતા. જો રેલ યાત્રી બોર્ડિંગ સ્ટેશનમાં બદલાવ કર્યા બાદ પણ જૂના બોર્ડિંગ સ્ટેશન થી યાત્રા કરી રહ્યા છે, તો તેને જૂના અને નવા બોર્ડિંગ સ્ટેશન વચ્ચે અંતરના ભાડાની ચૂકવી કરવી પડશે.

યાત્રીઓ દ્વારા બોર્ડિંગ સ્ટેશનમાં માત્ર એક વાર જ બદલાવ કરી શકાય છે. રેલવે નિયમો અનુસાર જો યાત્રીની ટિકીટ સીઝ કરી દેવામાં આવી છે, તો આવી સ્થિતીમાં બોર્ડિંગ સ્ટેશનમાં બદલાવ કરવો સંભવ નહી થાય. રેલવે વિકલ્પ ઓપ્શન લેવારા પીએનઆર નંબર પર બોર્ડિંગ પોઈન્ટને ચેન્જ કરવાની સુવિધા રેલવે નથી આપતું.