મહારાષ્ટ્રમાં હવે સરકાર-ગવર્નર વચ્ચે ટસલ શરૂ

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ લોકો વચ્ચે સીધા ગામના સરપંચ ચૂંટાવાના નિર્ણયને પલટનારા અધ્યાદેશ પર હસ્તાક્ષર કરવાનો ઈનકાર કર્યો છે. મહારાષ્ટ્રમાં પૂર્વની ભાજપ સરકારે નિર્ણય કર્યો હતો કે ગામડાના સરપંચોને જ્યારે સીધા જ લોકો વચ્ચે જ ચૂંટવામાં આવશે.

ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ વાળી મહાવિકાસ અઘાડી સરકાર પૂર્વ સરકારના નિર્ણયને પલટતા અધ્યદેશ લાવ્યા હતા કે સરપંચ એક ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા ચૂંટવામાં આવશે. રાજ્ય મંત્રીમંડળે 29 જાન્યુઆરીના રોજ દેવેન્દ્ર ફડણવીસ સરકારના સીધા સરપંચ ચૂંટવાના નિર્ણયને પલટ્યો હતો. પરંતુ રાજ્યપાલે એમવીએ સરકારને સોમવારથી શરુ થનારા વિધાનસભા બજેટ સત્રમાં નિર્ણયને પલટનારું વિધેયક રજૂ કરવા માટે કહ્યું છે.

તાજેતરમાં કેબિનેટના નિર્ણય અનુસાર, સરપંચને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ગ્રામ પંચાયતમાં ચૂંટવામાં આવશે. ઠાકરેએ નગરપાલિકા પરિષદો જેવા સ્થાનીય સ્વ-સરકારી સંસ્થાઓમાં ડાયરેક્ટ ઈલેક્શનને લઈને કરવામાં આવેલા ભાજપ સરકારના એક વધુ નિર્ણયને પલટી દીધો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]