નવી દિલ્હીઃ રક્ષા મંત્રાલયે એક મહત્વનો અને મોટો નિર્ણય કરતાં ભારતીય નેવી માટે 40 હજાર કરોડ રુપિયાના ખર્ચથી 6 જેટલી સબમરિનના સ્વદેશી નિર્માણને મંજૂરી આપી છે. અધિકારીઓએ કહ્યું કે આ નિર્ણય ખરીદ મામલાઓ પર નિર્ણય કરવાની રક્ષા મંત્રાલયની સર્વોચ્ચ સંસ્થા રક્ષા ખરીદ પરિષદની બેઠકમાં કરવામાં આવ્યો છે.
રક્ષા પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતા વાળી ડીએસીએ થલસેના માટે આશરે પાંચ હજાર મિલાન ટેન્ક રોધી મિસાઈલોની ખરીદીને મંજૂરી આપી છે. અધિકારીઓએ જણાયું કે પરિયોજના રણનીતિક મોડલ અંતર્ગત પૂર્ણ કરવામાં આવશે જે વિદેશી રક્ષા નિર્માતાઓ સાથે મળીને ભારતમાં સૈન્ય પ્લેટફોર્મ બનાવવા માટે પ્રાઈવેટ ફર્મને જવાબદારી આપવાની વ્યવસ્થા કરે છે.
રણનૈતિક ભાગીદારી મોડલ અંતર્ગત લાગૂ થનારી આ બીજી પરિયોજના હશે. નવા મોડલ અંતર્ગત લાગૂ થવા માટે સરકારની મંજૂરી વાળી પ્રથમ પરિયોજના 21 હજાર કરોડ રુપિયાના ખર્ચથી નેવી માટે 111 હેલીકોપ્ટરની ખરીદી કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ નિર્ણય ખરીદ મામલાઓ પર નિર્ણય કરવાની રક્ષા મંત્રાલયની સર્વોચ્ચ સંસ્થા રક્ષા ખરીદ પરિષદની બેઠકમાં લેવામાં આવ્યો.
અધિકારીઓએ કહ્યું કે પરિયોજના રણનૈતિક ભાગીદારી અંતર્ગત પૂર્ણ કરવામાં આવશે જે વિદેશી રક્ષા નિર્માતાઓ સાથે મળીને ભારતમાં સૈન્ય પ્લેટફોર્મ બનાવવા માટે પ્રાઈવેટ ફર્મને જવાબદારી આપવાની વ્યવસ્થા કરે છે.