નાગપુરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે નાગપુરમાં RSSના કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. ભારતની એકતા અને અખંડતા માટે દરેક જણે પ્રયાસ કરવા જોઈએ. વિશ્વમાં દરેક જગ્યાએ ઇસ્લામનું આક્રમણ થયું છે. એ સ્પેનથી મોંગોલિયા સુધી છવાયેલો છે. ધીમે-ધીમે ત્યાં લોકો જાગ્યા અને તેમણે આક્રમણકારીઓને પરાસ્ત કર્યા તો ઇસ્લામ પોતાના કાર્યમાં સંકોચાઇ ગયો. હવે વિદેશી ત્યાંથી ચાલ્યા ગયા, પરંતુ ઇસ્લામની પૂજા ક્યાં સુરક્ષિત ચાલે છે. અહીં (ભારત) સુરક્ષિત છે, એમ તેમણે કહ્યું હતું. તેમણે હિન્દુ-મુસ્લિમ એકતાની વાત કરી હતી. તેમણે વિવાદને બદલે સંવાદનો રસ્તો અપનાવવાની અપીલ કરી હતી.
તેમણે કહ્યું હતું કે દેશની સરહદ પર દુશ્મનોને પોતાની શક્તિ બતાવવાને બદલે આપણે આપસમાં લડી રહ્યા છે. સંઘના શિક્ષા વર્દ (સત્તાવાર તાલીમ શિબિર)ના વિદાય સમારંભને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે વૈશ્વિક આર્થિક સંકટ અને પછી કોવિડ19 રોગચાળા બધા દેશોની વચ્ચે સારો તાલમેલ રહ્યો હતો.
માજમાં ધર્મ અને પંથથી જોડાયેલા કેટલાય વિવાદ છે. આપણે ભૂલી રહ્યા છે કે આપણે એક દેશ છીએ કેટલાક ધર્મ ભારતની બહાર હતા અને તેમની સાથે યુદ્ધ થયાં હતાં, પણ આપણે આપસમાં લડી રહ્યા છીએ. આપણે અભિમાન અને બોજને કારણે એકજૂટ થવાથી ડરીએ છીએ. કોઈ અલગ-અલગ ઓળખ નથી. ભારતની અંદર પોતપોતાની ઓળખ સુરક્ષિત છે. આપણી વિવિધતામાં વિભાજન નહીં, પણ એકતા છે, એમ તેમણે કહ્યું હતું.
