દેશમાં નવા 808 એફએમ રેડિયો સ્ટેશન માટે હરાજી યોજાશે

નવી દિલ્હીઃ કેન્દ્રના માહિતી-પ્રસારણ ખાતાના પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું છે કે સરકાર ટૂંક સમયમાં જ દેશના 284 શહેરોમાં 808 એફએમ રેડિયો સ્ટેશનોના ઈ-ઓક્શન (ઈલેક્ટ્રોનિક ઓક્શન અથવા ઓનલાઈન કે વર્ચ્યુઅલ હરાજી)ની પ્રક્રિયા હાથ ધરશે. અહીં રીજનલ કમ્યુનિટી રેડિયો સંમેલનમાં સંબોધન કરતાં ઠાકુરે કહ્યું કે સરકારે રેડિયો સ્ટેશન્સ, ખાસ કરીને કમ્યુનિટી રેડિયો સ્ટેશનને ઓપરેટ કરવા માટેનું લાઈસન્સ મેળવવાની પ્રક્રિયાને હળવી પણ બનાવી દીધી છે. સરકારે આ લાઈસન્સ મેળવવા માટે પાલન કરાનાર શરતોની સંખ્યા ઘટાડી દીધી છે.

હાલ ભારતમાં 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 113 શહેરોમાં 388 એફએમ રેડિયો સ્ટેશનો કાર્યરત છે.