નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં સીએએના વિરોધની પાછળ આતંકી સંગઠન આઈએસઆઈએસની લિંક સામે આવી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ઓખલા ક્ષેત્રના જામિયા નગરમાં રેડ કરીને જમ્મૂ-કશ્મીરના મૂળ નિવાસી એક દંપતીની ધરપકડ કરવામાં આવી છે કે જે લોકો આઈએસના અફઘાનિસ્તાનમાં સક્રિય મોડ્યૂલ ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવિંસ સાથે સંપર્કમાં હતા અને જલ્દી જ દેશમાં કોઈ મોટા આત્મઘાતી હુમલાને અંજામ આપવાની તૈયારી છે. બંન્ને આના માટે સતત સીએએના વિરોધના બહાને શાહીન બાગ અને જામિયા વિસ્તારના યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા હતા. દિલ્હી પોલીસે બંન્નેની પૂછપરછમાં મળેલી જાણકારીના આધાર પર સર્ચ ઓપરેશન શરુ કર્યું છે.
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદ સિંહ કુશવાહા અનુસાર, આરોપી દંપતીની ઓળખ જહાંજેબ સામી અને તેની પત્ની હિના બશીર તરીકે થઈ છે. બંન્ને લોકો ગત વર્ષે જમ્મૂ-કાશ્મીરમાં આર્ટિકલ 370 ખતમ થયા બાદ શ્રીનગરથી ઓગસ્ટમાં દિલ્હી પહોંચ્યા હતા.
પોલીસની ટીમને તેમની પાસે ઈલેકટ્રોનિક ઉપકરણ, જેહાદી વિચારોને વેગ આપનારી પુસ્તકો અને અન્ય સામગ્રી જપ્ત થઈ છે. કુશવાહાએ જણાવ્યું કે, બંન્ને શાહીનબાગ અને જામિયાના સીએએ વિરોધ પ્રદર્શનમાં ત્રણ મહિનાથી સક્રિય હતા. સીએએના વિરોધને લાંબો ચલાવવા માટે આ બંન્ને પ્રદર્શનકારીઓને જેહાદના નામે ભડકાવતા હતા.