રાણા કપૂર ફેમિલીએ રૂ. 4,300 કરોડની હેરાફેરી કરીઃ ED

મુંબઈઃ યસ બેન્કના સ્થાપક રાણા કપૂર 11 માર્ચ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર (ED)ની કસ્ટડીમાં રહેશે. રાણા કપૂરે કઈ રીતે પરિવાર નિયંત્રિત કંપનીઓ દ્વારા રૂ. 2000 કરોડથી વધારેની લાંચ લીધી હતી, એ મની લોન્ડરિંગની વિગતવાર રજૂઆત EDએ રવિવારે હોલિડે કોર્ટમાં તેની રિમાન્ડ એપ્લિકેશનમાં વાત રજૂ કરી હતી. આ ઉપરાંત તેમણે 12થી વધુ શેલ કંપનીઓ ઊભી કરીને બેન્કનાં જાહેર નાણાંનો કઈ રીતે દુરુપયોગ કર્યો હતો અને તેમણે ડીએચએફએલના વાધવાન બ્રધર્સની સાથે સાઠગાંઠ કરીને રૂ. 750 કરોડની લોન આપી હતી એની માહિતી આપી હતી. આ સાથે EDએ રાણાની સેક્રેટરી દ્વારા કરોડો રૂપિયાની લાંચ લીધી તેની વિગતો આપી હતી. તેમણે કુલ રૂ. 4,300 કરોડની હેરાફેરી કરી હતી અને મોટા પાયે ગેરકાયદે રીતે પ્રોપર્ટીઝમાં મૂડીરોકાણ કર્યું હતું.[td_smart_list_end]

content

Title

content

Video not found

રાણાની પુત્રીઓની કંપની માટે સેક્રેટરી દ્વારા લાંચ

EDએ જણાવ્યું હતું કે રાણાની સેક્રેટરી લતા દવેએ DHFLના અધિકારીઓ સાથે મિલીભગત કરીને રૂ. 600 કરોડની લોન લીધી હતી, જેને લાંચ તરીકે જોવામાં આવે છે. આ લોન DOIT અર્બન વેન્ચર્સ નામની કંપની માટે લેવામાં આવી હતી. આ કંપની માલિક યસ બેન્કના સ્થાપકની ત્રણ પુત્રીઓ છે. ED ના જણાવ્યા મુજબ યસ બેન્ક દ્વારા DHFL ગ્રુપની કંપનીઓ માટે મંજૂર કરવામાં આવેલી લોન તથા રૂ. 4,450 કરોડ ડિબેન્ચર ઇન્વેસ્ટમેન્ટના બદલામાં ચૂકવવામાં આવી હતી.

યસ બેન્કની લોનના બદલામાં રૂ. 2000 કરોડની લાંચઃED

રાણા કપૂરે તેમના પદનો કેટલાય મામલાઓમાં દુરુપયોગ કર્યો હતો.તેમણે અને તેમના પરિવારના અંકુશવાળી કંપનીઓ માટે રૂ. 2000 કરોડથી વધુની લાંચ લીધી હતી. EDએ કોર્ટને જણાવ્યું હતું કે રૂ. 600 કરોડની લોન મંજૂરી આપ્યા પછી યસ બેન્કે એપ્રિલ, 2018થી જૂન, 2018ની વચ્ચે DHFLમાં રૂ. 3,700 કરોડનું મૂડીરોકાણ કર્યું હતું. ત્યાર બાદ DHFL ગ્રુપની અન્ય એક કંપનીને રૂ. 750 કરોડની બીજી લોન આપી હતી.

DHFLના અધિકારીએ ED સંપૂર્ણ વિગતો આપી

DHFLના પ્રેઝિડન્ટ (પ્રોજેક્ટ ફાઇનાન્સ) રાજેન્દ્ર મિરાશીએ EDને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે DOIT  અર્બન વેન્ચર્સે સિક્યોરિટી તરીકે રૂ. 735 કરોડની કિંમત બતાવીને પાંચ પ્રોપર્ટીઝ DHFLને આપી. જોકે બાદમાં માલૂમ પડ્યું કે આ સંપત્તિઓ (અલીગઢ અને રાયગઢમાં ખેતીની જમીન)ની ખરીદ કિંમત માત્ર રૂ. 40 કરોડ હતી.

કામકાજ વગરની કંપનીને લોન

આ લેવડદેવડ માટે મિરાશીને DHFLના કપિલ વાધવાન અને તેમના આસિસ્ટન્ટ એસ. ગોવિંદન નિર્દેશ આપ્યા કરતા હતા. મિરાશીએ EDને જણાવ્યું હતું કે  DOIT અર્બન વેન્ચર્સમાં કોઈ વેપારી કામકાજ અથવા આવક ના હોવા છતાં તેને રૂ. 600 કરોડની લોન આપવામાં આવી હતી. વળી. લોનને એવી રીતે મંજૂર કરવામાં આવી હતી કે પ્રિન્સિપલ એમાઉન્ટને 2023માં ચૂકવવાની હતી એટલે કે પાંચ વર્ષ પછી એકસાથે ચૂકવવાની હતી.

EDનો દાવો કુલ રૂ. 4,300 કરોડ ઉચાપત

EDએ વિશેષ વકીલ સુનીલ ગોંઝાલ્વેસે કોર્ટને જણાવ્. હતું કે પબ્લિક મનીની ડિપોઝિટનો ઉપયોગ કરીને રૂ. 3,700 કરોડની લોન આપવા માટે કરાયો હતો. આ સિવાય રૂ. 600 કરોડની એક અલગથી લોન લેવામાં આવી. આમ કુલ રૂ. 4,300 કરોડની હેરાફેરી કરવામાં આવી હતી.