કોરોના સંક્રમિતોની સંખ્યા આઠ લાખને પારઃ અત્યાર સુધીમાં સૌથી વધુ 27,114 નવા કેસ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 27,114 નવા કેસ સામે આવ્યા છે અને 519 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા આઠ લાખને પાર થઈ ગઈ છે.  દેશમાં સતત નવમા દિવસે કોરોના સંક્રમણના 20,000થી વધુ નવા કેસ સામે આવ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 8,20,916 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 22,103 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 5,15,385 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,83,407એ પહોંચી છે. રિકવરી રેટ 62.78 ટકાથી વધુ થયો છે.

વિશ્વમાં કોરોનાનો રેકોર્ડ તૂટ્યો

વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વિશ્વમાં અત્યાર સુધી 1.26 લાખ લોકોથી વધુ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં અત્યાર સુધી સૌથી વધુ 2.26 લાખ નવા કેસ સામે આવ્યા છે અને 5388 લોકોનાં મોત થયાં છે.

15 દેશોમાં બે લાખથી વધુ કેસ

બ્રાઝિલ, રશિયા, સ્પેન, ઇટાલી, ભારત, પેરુ, ચિલી, ઇટાલી, ઇરાન, મેક્સિકો, પાકિસ્તાન તુર્કી, સાઉદી આરબ અને સાઉથ આફ્રિકામાં કોરોના કેસોની સંખ્યા બે લાખને પાર થઈ ચૂકી છે. જર્મનીમાંપણ 1.90 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. ભારત વિસ્વમાં સૌથી વધુ કેસોના મામલે ત્રીજા ક્રમાંકે છે. જ્યારે સૌથી વધુ મોતના મામલે આઠમા ક્રમાંકે છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.