કોરાનાના કેસોની સંખ્યા 13 લાખને પારઃ વિશ્વમાં કોરોના સંક્રમણનો નવો રેકોર્ડ વધારો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 48,916 નવા કેસ સામે આવ્યા છે અને 757 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 13 લાખને પાર થઈ છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 13,36,861 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 31,358 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 8,49,431 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,56,071એ પહોંચી છે. રિકવરી રેટ 63.53 ટકાએ પહોંચ્યો છે.

વિશ્વમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા રેકોર્ડ વધારો

વિશ્વમાં કોરોના વાઇરસના સંક્રમણનો નવો રેકોર્ડ વધારો થયો છે. વિશ્વમાં પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના 2.88 લાખ નવા કેસ સામે આવ્યા છે. વિશ્વમાં કોરોનાની સંખ્યા 1,59,કરોડે પહોંચી છે અને 6.41 લાખથી વધુ લોકોના મોત થયાં છે.

અમેરિકામાં 77,000 નવા કેસ

અમેરિકામાં હજી પણ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત શહેરોની યાદીમાં ટોચ પર છે. અમેરિકામાં અત્યાર સુધી 42.48 લાખથી વધુ લોકો સંક્રમણના શિકાર થયા છે. અહીં અત્યાર સુધીમાં 1.48 લાખ લોકોનાં મોત થયાં છે. અમેરિકામાં પાછલા 24 કલાકમાં 77,000 નવા કેસ આવ્યા છે અને 1129 લોકોનાં મોત થયાં છે. ભારત સૌથી વધુ કેસોની સંખ્યાને મામલે ત્રીજા નંબરે છે. જ્યારે સૌથી વધુ મોતના મામલે આઠમા નંબરે છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.