4 દિવસ કામ, 3 દિવસ આરામ: નવા શ્રમ કાનૂનના અમલમાં અડચણ

નવી દિલ્હીઃ દેશમાં લાખો કર્મચારીઓ લાંબા સમયથી નવા લેબર કાયદાના અમલની માગણી કરી રહ્યાં છે. તે અંતર્ગત કર્મચારીઓને અઠવાડિયામાં ત્રણ દિવસ રજા મળવાની છે. હાલ આગામી ચૂંટણીને કારણે નવા નિયમો ત્વરિત લાગુ થવાની શક્યતા ઓછી છે. લેબર કોડના નિયમ કર્મચારીઓનું હિત વધારે સુલભ બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.

લેબર કોડના નિયમો અંતર્ગત કર્મચારીઓના કામકાજના કલાકો 8-9 કલાકથી વધીને 10થી 12 કલાક થવાના છે. કર્મચારીઓને અઠવાડિયામાં ત્રણ દિવસ રજા રહેશે.

મોદી સરકારની યોજના આ નિયમ જલ્દીમાં જલ્દી લાગુ કરવાની છે. પરંતુ બધા રાજ્યોએ એ માટે સહમતિ દર્શાવી નથી.