નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરીને વૈશ્વિક મહામારી બનેલા કોરોના વાયરસ સામે લડવાની અંતિમ લડાઈની પણ જાહેરાત કરી દીધી છે. પરંતુ આમાં સૌથી મોટો ફાળો જનતાનો છે કે જે આને સફળ અથવા નિષ્ફળ બનાવી શકે છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 582 જેટલી થઈ ગઈ છે એટલે આ સંખ્યા હજી ન વધે તેની જવાબદારી આપણા બધાની એટલે કે ભારતની જનતાની છે. અત્યારે 21 દિવસ સુધી ચાલનારી કોરોના સામેની લડાઈમાં દેશ અને દેશવાસીઓ સામે ઘણા પડકારો છે અને આ પડકારો રીતસરની કસોટી લઈ લેશે.
- સંયમ અને સંકલ્પઃ આપણે બધાએ સંયમ રાખવો પડશે, પછી ભલે કંઈપણ થઈ જાય પરંતુ આપણે ઘરના દરવાજા પર લાગેલી લક્ષ્મણ રેખા ઓળંખવાની નથી. આપણે એપણ સુનિશ્ચિત કરવું પડશે કે આપણે આવું કરીને આપણા પરિવાર અને અન્યોના જીવને જોખમમાં ન નાંખીએ.
- વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં સ્પષ્ટ કર્યુ છે કે 21 દિવસમાં જો આપણે સફળ થઈશું તો આપણે આપણા પરિવાર અને સમાજને બચાવી શકીશું અને જો નિષ્ફળ રહ્યા તો કેટલાય પરિવારોને ગુમાવવાનો વારો આવશે.
- સરકાર સામે સૌથી મોટો પડકાર છે કે તે 21 દિવસ દરમિયાન જરુરી સેવાઓ અને વસ્તુઓની આપૂર્તિને પ્રભાવિત ન થવા દે પરંતુ આમાં સૌથી મોટી સમસ્યા એ છે કે સરકારે લોકોને ઘરની બહાર ન નિકળવાની પણ સલાહ પી છે. સાથે જ કહ્યું છે કે, જનતા કર્ફ્યુથી પણ વધારે કડક લોકડાઉન હશે. ત્યારે આવા સમયમાં પોલીસ અને તંત્ર લોકોને તેમની જરુરી વસ્તુઓ લેવા માટે ઘરની હાર ન નિકળવાની મંજૂરી આપે કે નહી. જો નહી તો આવા સમયમાં લોકોના મનમાં ભય અને આશંકાઓ પ્રવર્તી શકે છે કે જે રોષનું કારણ પણ બની શકે છે. સરકાર સામે પડકાર છે કે તે આવું ન થવા દે અને જનતાનો વિશ્વાસ જાળવી રાખે.
- સરકારને એ વાતનો અંદાજ છે કે ભારતમાં ફેલાયેલી વૈશ્વિક મહામારી દેશની અર્થવ્યવસ્થા પર કેટલી ઉંડી અસર પાડશે. આનો પ્રભાવ શરુ પણ થઈ ચૂક્યો છે. સમયની સાથે આની ભરપાઈ કરવી અને પોતાને એક મજબૂત અર્થવ્યવસ્થા બનાવી રાખવી તે સરકાર સામે એક મોટો પડકાર છે.
- વડાપ્રધાન મોદીએ એ લોકો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે કે જે લોકો રોજ કમાઈને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. 21 દિવસના લોકડાઉનમાં દરેક નાગરિકનું કર્તવ્ય બને છે કે જો એ લોકો પણ આ પ્રકારના કોઈ પરિવારને જોવે તો તેમને જમવાની વ્યવસ્થા કરી આપે અને સાથે જ દેશની તમામ રાજ્ય સરકારો પણ આ પ્રકારના લોકો મફત ભોજન ઉપ્લબ્ધ કરાવે.
- પોતાના સંબોધનમાં વડાપ્રધાને જણાવ્યું કે કેવી રીતે આ વૈશ્વિક મહામારીએ આખા વિશ્વને પોતાની ઝપેટમાં લીધું છે અને કેટલી તેજીથી આના દર્દીઓની સંખ્યા 3 લાખને પાર કરી ગઈ છે. ત્યારે આવામાં સરકાર સામે પડકાર છે કે ભારત આ મહામારીને પોતાના ત્યાં વધતા રોકો, જેનાથી માનવ જાત પર આવેલું આ સંકટ ખતમ થઈ શકે.
- સરકાર સામે એપણ પડકાર છે કે તે આ 21 દિવસની અંદર જેમ બને તેમ જલ્દી સ્વાસ્થ્ય સેવાઓ વધારે મજબૂત બનાવે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં આના માટે રાજ્યોને નિર્દેશ આપવાની સાથે જ પેકેજ આપવાની પણ વાત કહી છે.
- દેશવાસીઓને આ 21 દિવસ દરમિયાન ન માત્ર પોતાના ઘરોમાં રહેવાનું છે પરંતુ પોતાના બાળકોના અભ્યાસ પર પહેલાની જેમ જ ધ્યાન આપવાનું છે. આ વૈશ્વિક સંકટ એવા સમયમાં ભારતમાં આવ્યું છે કે જ્યારે લાખો વિદ્યાર્થીઓની બોર્ડની પરિક્ષા ચાલી રહી હતી પરંતુ આને વચ્ચે જ રોકવી પડી.
- દેશવાસીઓને આ દરમિયાન ફેલાતી અફવાઓની અવગણના તો કરવી પડશે જ પરંતુ આ સાથે જ અન્ય લોકોને પણ આના પ્રત્યે જાગૃત કરવા પડશે. આ અફવાઓ દેશમાં દહેશત ફેલાવી શકે છે.
- આપણે બધાએ એ ધ્યાન રાખવું પડશે કે આપણી એક ભૂલ આપણને, આપણા પરિવારને અને આખા સમાજને બિમારીની ઝપેટમાં લાવી શકે છે.
- દરેક વ્યક્તિએ એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે જો તમારી આસપાસ કોઈપણ આવા વ્યક્તિ દેખાય તો તેની જાણકારી હેલ્પલાઈન નંબર પર જરુર આપવી. આ સાથે જ તે પરિવારને પણ સલાહ પવી કે તેઓ ડોક્ટર પાસે જાય અને યોગ્ય સારવાર લે.
- વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, જો આ 21 દિવસ દરમિયાન આપણે આ વૈશ્વિક મહામારીને રોકવામાં સફળ ન થયા તો આ મહામારી ભારતમાં કેટલું વિકરાળ સ્વરુપ ધારણ કરી લેશે તેનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે.
- વડાપ્રધાન મોદીએ સોશિયલ ડિસ્ટન્સિંગને આ મહામારીથી બચવાનું એકમાત્ર સાધન ગણાવ્યું છે. જેથી સમાજ અને આપણા પરિવારની રક્ષા માટે આ ખૂબ જરુરી છે.
- આપણે લોકોના મગજમાં ફેલાયેલી એ ગેરસમજને દૂર કરવાની છે કે જે લોકો વિચારે છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ માત્ર આ બિમારીની ઝપેટમાં આવેલા લોકો માટે જ જરુરી છે. સાથે જ લોકોના મગજમાંથી એ ગેરસમજ દૂર કરવી પડશે કે જે લોકો વિચારે છે કે અમે આ મહામારીની ઝપેટમાં ન આવીએ.
- આપણી તકેદારી અને કોરોનાને અટકાવવાના જરુરી પગલા જ નક્કી કરશે કે આપણે આ મહામારીને કેટલી ઓછી કરી શકીએ. એટલા માટે પડકારોને પહોંચી વળવા માટે દરેક ક્ષણે તૈયાર રહેવું.
- આ સમય આપણા સંકલ્પોને મજબૂત કરવાનો, સંયમ રાખવાનો છે. આપણે યાદ રાખવું પડે કે જીવ છે તે બધુ જ છે. આપણે હોઈશું તો કંઈક કરી શકીશું. આ ધૈર્ય અને અનુશાસન બનાવી રાખવાનો સમય છે. આપણે આ લોકડાઉન દરમિયાન પોતાનું વચન નિભાવવું પડશે.
- આપણે આ 21 દિવસમાં એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે લોકો આ વૈશ્વિક મહામારી સામે લડી રહ્યા છે તેમા માર્ગને આપણે નુકસાન ન પહોંચાડીએ. તેમનું અને તેમના દ્વારા જણાવવામાં આવેલી દરેક વાતનું સન્માન કરીએ. આપણા બધાનો અત્યારે પરિક્ષાનો સમય છે.
- આ 21 દિવસ દરમિયાન આપણી સામે ઘણા પડકારો આવશે પરંતુ ગભરાવાની જરુર નથી, સંયમ અને સંકલ્પ સાથે આપણે લોકોએ આગળ વધવાનું છે અને અન્ય લોકોની મદદ પણ કરવી પડશે. આપણે લોકોએ ધ્યાન રાખવું પડશે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને આખું વિશ્વ ભારત પાસેથી ઘણી અપેક્ષાઓ રાખીને બેઠું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યુ કે, જો ભારત આ મહામારી પર કાબુ મેળવી લેશે તો આ રોગને નિયંત્રિત કરવો સરળ બની જશે.
- આ 21 દિવસ દરમિયાન સરકારને દેશના નાના મોટા શહેરો, ગામડાઓમાં આ બિમારીની તપાસ માટે જરુરી સુવિધા ઉપ્લબ્ધ કરાવડાવવી પડશે. આ સરકાર સમક્ષ એક મોટો પડકાર હશે. આપના
- સરકાર સામે અત્યારે સૌથી મોટો પડકાર એપણ છે કે તે આની દવાને બનાવવાના શક્ય તેટલા તમામ પ્રયત્નો કરે. આ સાથે જ લોકોને સલાહ પણ આપે કે જો તેમને શરદી, ઉધરસ સહિતની બિમારી હોય તો કઈ દવાનો ઉપયોગ કરે.
- સરકારે લોકોના ઘરે શક્ય હોય તેટલા માસ્ક આપવાની પણ વ્યવસ્થા કરવી જોઈએ. આ સાથે જ નગરપાલીકાઓ સેનિટાઈઝેશનનું કામ કરી શકે તેટલા માટે તેમને પણ સુવિધા ઉપ્લબ્ધ કરાવવી જોઈએ.