કમર્શિયલ એલપીજી સિલિન્ડર રૂ.39.50 સસ્તું થયું

મુંબઈઃ કેન્દ્ર સરકારે નવા વર્ષ-2024ના આરંભ પૂર્વે જનતાને એક ભેટ આપી છે. તેણે વ્યાપારી વપરાશ માટેના 19 કિલોગ્રામના રાંધણ ગેસના સિલિન્ડરની કિંમતમાં રૂ. 39.50નો ઘટાડો કર્યો છે. નવી કિંમત આજથી અમલમાં આવી ગઈ છે. મુંબઈમાં કમર્શિયલ વપરાશ માટેનું 19 કિ.ગ્રા.નું એલપીજી સિલિન્ડર અગાઉ રૂ.1,749માં મળતું હતું તે હવે રૂ. 1,710માં મળશે. કેન્દ્ર સરકાર હસ્તકની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ નાતાલ ઉત્સવ અને નવા વર્ષની ઉજવણી પૂર્વે આ ડિસ્કાઉન્ટ આપ્યું છે.

સરકારે જોકે ઘરેલુ વપરાશ માટેના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ઘટાડો કર્યો નથી. 14.2 કિલોગ્રામના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં છેલ્લે ગઈ 30 ઓગસ્ટે રૂ. 200નો ઘટાડો કરવામાં આવ્યો હતો.